વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રૂપિયા બાબતે પતિએ ત્રાસ આપતા પત્નીએ ન કરવાનું કર્યું !?


SHARE











મોરબીના રૂપિયા બાબતે પતિએ ત્રાસ આપતા પત્નીએ ન કરવાનું કર્યું !?

મોરબીમાં પતિએ રૂપિયા બાબતે માનસિક ત્રાસ દેતા પરણીતાએ પોતાના ઘરે વધુ પડતી ઊંઘની દવાઓ પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં જેલ રોડ ઉપર પોલીસ લાઈનની પાછળના ભાગમાં આવેલ ભવાની ચોક વિસ્તારમાં રહેતા હારુનશા હુસેનશા દિવાનના પત્ની નજમાબેન (૩૫) એ પોતાના ઘરે હતા ત્યારે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા વિપુલભાઈ ફુલતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પરણીતાને તેના પતિ દ્વારા રૂપિયા બાબતે માનસિક ત્રાસ દેવામાં આવતા તેણે વધુ પડતી ઊંઘની દવાઓ પી લીધી હતી તેવું તેણે જણાવેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે દરમ્યાન બીજા દિવસે આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને જામનગર લઈ ગયા  છે

બાઈક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતો મયુર દીપકભાઈ ચોટલીયા (૨૬) નામનો યુવાન બાઇક લઈને મોરબીની પંચાસર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલ મયુર ચોટલીયાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના એસપી રોડ ઉપર વોટરપાર્કની સામેના ભાગમાં દિવાલ સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામસેતુ સોસાયટીમાં શુભ પેલેસના ફ્લેટ નં-૨૦૨ માં રહેતા મહેક પ્રવીણભાઈ દલસાણીયા (૧૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી શહેરના રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનને સારવાર આપ્યા બાદ અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે






Latest News