મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાને પોતાની જાતે પોતાના જ હાથમાં છરીના ઘા ઝીકિ લેતા સારવારમાં ખસેડાયો


SHARE





મોરબી નજીક યુવાને પોતાની જાતે પોતાના જ હાથમાં છરીના ઘા ઝીકિ લેતા સારવારમાં ખસેડાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા યુવાને પોતાની જાતે પોતાના હાથ ઉપર છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે શ્રીજી સિરામિકમાં રહેતો વિશાલ ગજાનંદભાઈ ફડકે (૨૩) નામના યુવાને પોતાની જાતે પોતાના હાથ ઉપર છરીના ઘા જીકીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા રાજેશભાઈ અરજણભાઈ (૨૫) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે મોરબીના સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા તપાસ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે બાઈક સાથે બાઈક અથડાવવાનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ભગવતીપરા વિસ્તારમાં રહેતા દેવ વિનોદભાઈ રામાવત (૧૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News