મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણથી ધુળકોટ વચ્ચે રસ્તામાં ખાડો આવતા અકસ્માત: ઇજા પામેલા મહિલા રાજકોટ સારવારમાં


SHARE











મોરબીના આમરણથી ધુળકોટ વચ્ચે રસ્તામાં ખાડો આવતા અકસ્માત: ઇજા પામેલા મહિલા રાજકોટ સારવારમાં

મોરબી તાલુકાના આમરણથી ધુળકોટ ગામ તરફ ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે રસ્તામાં ખાડો આવતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને ત્યારે બાઈકમાં પાછળ બેઠેલ મહિલા નીચે પટકાતા તેને માથા અને પીઠના ભાગે ઈજા થઈ હોવાથી પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે મહિલાને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જીવાપર ગામે રહેતા કોમલબેન પ્રકાશભાઈ હડિયલ જાતે સતવારા (૨૮) તેના પતિ પ્રકાશભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને આમરણથી ધુળકોટ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતા બાઈક તેમાં પડવાથી અકસ્માતમાં બનાવ બન્યો હતો અને ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ કોમલબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથા અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે કોમલબેનને રાજકોટ ખસેડવામાં આવ્યા છે હાલમાં અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દંપતીને ઇજા

મોરબી શહેરના વજેપર વિસ્તાર શેરી નં-૧૯ માં રહેતા રમેશભાઈ રામજીભાઈ પરમાર (૬૩) અને તેના પત્ની ગૌરીબેન રમેશભાઈ પરમાર (૫૮) મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સતવારા સમાજની વાડી પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના કારણે રમેશભાઈ પરમાર અને તેના પત્ની ગૌરીબેન પરમાર રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તે બંનેને ઈજા થઈ હતી અને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News