મોરબીના સનવીસ સિરામિકમાં અરવિંદ પનારા સહિતનાઓ દ્રારા ગણેશજીની સ્થાપના કરી પુજા-આરતી
મોરબી : ટંકારાના નેસડા (સુરજી) ગામે વૃદ્ધનું મોત
SHARE
મોરબી : ટંકારાના નેસડા (સુરજી) ગામે વૃદ્ધનું મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવતા નેસડા (સુરજી) ગામે પાદર વિસ્તારમાં ડાયાભાઈ ભીમાભાઇ પરમાર (ઉમર ૮૦) રહે. મોરબી લાયન્સનગર નામના વૃદ્ધને ચકકર આવ્યા બાદ હાર્ટએટેક આવી જતાં તેઓ ત્યાં નેસડા ગામના પાદરમાં જ ઢળી પડયા હતા જેથી તેમના પુત્ર બાબુભાઈએ ડાયાભાઇને ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબે ડાયાભાઇને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા બનાવ સંદર્ભે ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
કુવાડી તેમજ છરી સાથે પકડાયેલાઓ વિરૂધ્ધ કાર્યવાહી
મોરબી તાલુકા પોલીસે અરવિંદભાઇ ઉર્ફે કારીયો ચંદુભાઇ અઘારીયા જાતે દેવીપુજક (ઉ.વ-૧૯) રહે.જેતપર(મચ્છુ) તા.જી.મોરબીને લાકડાના હાથાવાળી ધારદાર કુહાડી રાખી મળી આવતા અટકાયત કરી હતી. તેમજ ધર્મેશભાઈ રમેશભાઈ રામાનુજ જાતેબાવાજી (ઉ.વ.૩૧) રહે.કબીર ટેકરી જમાતખાના સામે મોરબી ધારવાળી કાળા હાથા વાળી છરી સાથે રાખીને મળી આવતા તથા તોસીફભાઈ મહેબુબભાઈ બ્લોચ જાતે મકરાણી (ઉ.વ.૨૫) રહે.મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળ પાછળ મોરબી છરી સાથે રાખીને નિકળતા મળી આવતા અને નદીમભાઇ અબ્દુલભાઇ બ્લોચ જાતે મુસ્લીમ મકરાણી (ઉ.વ.૨૩) રહે.મોરબી મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ છરી સાથે રાખીને નિકળતા મળી આવેલો હોય તેમજ આરીફભાઇ ઇકબાલભાઇ ફલાણી જાતે સંધી (ઉ.વ.૨૦) રહે.મોરબી કાલીકાપ્લોટ હુશૈનીચોક છરી સાથે રાખીને નિકળતા મળી આવ્યો હતો તથા રાજુભાઇ હિતેશભાઇ નાગહ જાતે રબારી (ઉ.વ.૨૧) રહે.મોરબી રણછોડનગર સતનામ એપાર્ટમેન્ટની સામે "જય વડવાળા" મુળ રહે.શક્તિપરા રેલ્વે સ્ટેશન પાછળ વાંકાનેર છરી સાથે રાખીને નિકળતા મળી આવતા તમામ સાથે હથીયાર ધારાના ભંગ બદલ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.