તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મિં.) માં નવોઢાએ ભુલથી કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવારમાં


SHARE











મોરબી : માળીયા (મિં.) માં નવોઢાએ ભુલથી કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવારમાં

મોરબી જીલ્લાના માળીયા(મિં.) માં રેલ્વે કોલોની વિસ્તારમા રહેતી રોઝમીનબેન સાહીદભાઇ કટીયા જાતે મિંયાણા (ઉ.વ.૨૨) તા.૧૧-૯ ના બપોરના દોઢ વાગ્યાના અરસામાં પોતાન ઘરે પતિ તથા સાસુ-સસરા સાથે હાજર હતા અને જમીને ઉભા થતા તેણીના પતિએ તેને કહેલ કે જમી લીધુ હોય તો ચક્કરની દવા પી લે જે. તેમ જણાવતા રોઝમીનબેને ખાટલા ઉપર પડેલ બોટલમાંથી એકાદ ઘુટડો દવાનો ભરીને પી લીધો હતો જે તેના પતિ જોઇ જતા કહેલ કે આ દવા કપાસમા છાંટવાની દવા હતી તેથી ચકકપની દવાને બદલે ભુલથી કપાસમાં છાંટવાની દવા પીધેલ રોઝમીનબેને પી લીધી બોય અને તેની અસર થતા તેણીને પ્રથમ માળીયાની સરકારી હોસ્પીટલે અને ત્યારબાદ મોરબીની મંગલમ હોસ્પીટલે ખસેડાયા હતા. ભોગ બનનાર પરણીતાનો લગ્ન ગાળો બે મહીનાનો જ હોય બનાવ અંગે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

બગથળા-જેપુરના રસ્તે બિયરના બાર ટીન સાથે બાઈક મળ્યું, બુટલેગર છનનન

મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખીયા તથા તેમના રાઇટર દિલીપભાઇ ગેડાણી નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે ગત રાત્રીના સાડા અગીયારક વાગ્યાના અરસામાં બગથળાથી જેપુર ગામે જવાના રસ્તેથી નિકળેલા બાઈકને રોકવા પ્રયાસ કરતા હીરો હોન્ડા પેશન પ્લસ બાઇક નંબર જીજે ૧૧ કયું ૩૭૪૪ નો ચાલક બાઇકને રેઢું મૂકીને ભાગી છૂટ્યો હતો.બાદમાં પોલીસે બાઇકની ઝડતી લેતા બાઇકમાંથી બીયરના ૧૨ ટીન મળી આવતા રૂપિયા ૧૨૦૦ ની કિંમતનો બીયર તેમજ રૂપિયા ૧૦ હજારનું બાઈક મળીને કુલ રૂા.૧૧,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી )ને બાઇક નંબરને આધારે ભાગી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

પાનેલી ગામે મારામારી

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવતા પાનેલી ગામે ગત રાત્રીના સાડા અગિયારેક વાગ્યે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કરમશીભાઈ મનજીભાઈ ચંદ્રેશાણીયા નામના ચાલીસ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતાં તેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવાયો હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News