મોરબીના સનવીસ સિરામિકમાં અરવિંદ પનારા સહિતનાઓ દ્રારા ગણેશજીની સ્થાપના કરી પુજા-આરતી
SHARE
મોરબીના સનવીસ સિરામિકમાં અરવિંદ પનારા સહિતનાઓ દ્રારા ગણેશજીની સ્થાપના કરી પુજા-આરતી
તાજેતરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ઠેરઠેર દુંદાળાદેવ વિઘ્નહર્તા શ્રી ગણપતિ મહારાજની સ્થાપના કરીને પુજન અર્ચન કરવામાં આવી રહ્યુ છે ત્યારે મોરબીમાં પણ સિરામીક ફેકટરીઓ, સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં ઠેરઠેર ગણેશજીનું સ્થાપન કરીને દુંદાળાદેવનું ભાવપુર્વક પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે.શ્રધ્ધાળુઓ દ્રારા પોતાના ઘરે તેમજ "સિધ્ધી વિનાયક કા રાજા" સહિતના જાહેર પંડાલોમાં પણ ગણપતિજીની સ્થાપના કરી પુજનઅર્ચન વડે આરાધના કરવામા આવી રહી છે.ત્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ સેનવીસ સિરામિક પ્રાઈવેટ લીમીટેડ કારખાનેદાર અરવિંદભાઇ પનારા સહિતના ભાગીદારો તેમજ સ્ટાફ દ્રારા યુનિટ ખાતે ગણપતિજીનું ભકિતભાવપૂર્વક સ્થાપન કરવામાં આવેલ જયાં દરોજ સવારે અને સાંજે શ્રધ્ધાપુર્વક આરતી-પુજન કરવામાં આવી રહ્યું છે.ફેક્ટરી ખાતે ગણપતિ મહારાજની સ્થાપના કરાતા યુનિટનો સ્ટાફ પરિવાર તેમજ આસપાસની ફેક્ટરીના સ્ટાફ, શ્રમિકો વિગેરે ગણેશજીના દર્શનનો લાભ લઇ રહ્યા છે.