મોરબીમાં જેલની સામે ઘરમાંથી દારૂની ૧૯ બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
વાંકાનેર નજીક માટીના ઢગલા નીચેથી દારૂની ૭૨ બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા, મુખ્ય સૂત્રધારની શોધખોળ
SHARE
વાંકાનેર નજીક માટીના ઢગલા નીચેથી દારૂની ૭૨ બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા, મુખ્ય સૂત્રધારની શોધખોળ
વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં ભીમગુડા તરફ જવાના રસ્તા ઉપર માટીના ઢગલા નીચે દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે માટીના ઢગલા નીચેથી કુલ મળીને દારૂની ૭૨ બોટલો મળી આવી હોય ૨૭ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૬૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો મંગાવનાર શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં ભીમગુડા ગામ તરફ જવાના કાચા રસ્તે ધોળીના પટ તરીકે ઓળખાતા વિસ્તારમાં માટીના ઢગલા છે તેમાં માટીના ઢગલા નીચે દારૂનો જથ્થો હોવાની બાતમી વાંકાનેર તાલુકા પોલીસની ટીમને મળી હતી જેથી કરીને ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં જુદા જુદા માટીના ઢગલાઓ પૈકી એક માટીના ઢગલા પાસે ત્રણ શખ્સો હાજર હતા જેને કોડન કરીને પોલીસે તેની પૂછપરછ કરી હતી અને ત્યારે તે જે માટીના ઢગલા પાસે ઉભા હતા તે માટીના ઢગલાને દૂર કરવામાં આવતા ત્યાંથી વિદેશી દારૂની બોટલો ભરેલા બે કોથળા મળી આવ્યા હતા અને તેમાંથી દારૂની ૭૨ બોટલો મળી આવી હોય પોલીસે ૨૭૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્યાં પડેલ બાઈક નં જીજે ૩૬ એઇ ૦૩૩૮ જેની કિંમત ૪૦૦૦૦ આમ કુલ મળીને ૬૭૦૦૦ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસે સ્થળ ઉપરથી સંજય ઉર્ફે બાંગડ કરસનભાઈ ડાંગરોચા જાતે કોળી (૨૧), અજય ઉર્ફે કૂકો રૂપાભાઈ ડાંગરોચા જાતે કોળી (૨૩) અને સાગર રમેશભાઈ ડાંગરોચા જાતે કોળી (૨૫) રહે બધા વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો ભાણજી વાલજીભાઈ દેકાવાડિયા રહે. વીરપર વાળાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે અને ઘટના સ્થળેથી કબજે કરવામાં આવેલ બાઈક દારૂની હેરાફેરી કરવા માટે ભાણજી વાલજીભાઈ દેકાવાડીયાએ જ આપ્યું હોવાનું પકડાયેલા શખ્સોએ જણાવ્યું છે જેથી પોલીસે ભાણજી વાલજીભાઈ દેકાવાડીયા સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે