મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી
Breaking news
Morbi Today

રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા પહેલા ઉમેદવારોએ આપવું પડશે કન્ફર્મેશન: ઋષિકેશભાઈ પટેલ


SHARE











રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા પહેલા ઉમેદવારોએ આપવું પડશે કન્ફર્મેશન: ઋષિકેશભાઈ પટેલ

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૩૦ મી એપ્રિલે લેવાનાર તલાટીની પરીક્ષા હવે આગામી તા. ૭મી મે ૨૦૨૩ના રોજ યોજાશે.

મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં ૪૦ ટકાથી ૫૦ ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે.  આથી આ બાબતને  ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહી તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. અને ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહી, એમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલ જુનિયર ક્લાર્ક પરીક્ષાની વિગતો જાહેર કરતાં કહ્યું કે, તા. ૦૯-૦૪-૨૦૨૩ના રોજ મંડળ દ્વારા લેવામાં આવેલ જુનીયર કલાર્કની પરીક્ષામાં ૯,૫૩,૭૨૩ ઉમેદવારો પૈકી ૩,૯૧,૭૩૬ ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી. આમ, માત્ર ૪૧ ટકા ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. વધુમાં જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.૩૦-૦૪-૨૦૨૩ ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા. ૩૦-૦૪-૨૦૨૩ના બદલે આગામી તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે ૧૭,૧૦,૩૮૬ ઉમેદવારો ભાગ લેવાના છે.




Latest News