માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં મશીનરી ઉપર લોન લઈને મિલકતને સગેવગે કરી નાખનારા સિરામિક કારખાનના ત્રણ ડિરેક્ટર રિમાન્ડ ઉપર


SHARE











મોરબીમાં મશીનરી ઉપર લોન લઈને મિલકતને સગેવગે કરી નાખનારા સિરામિક કારખાનના ત્રણ ડિરેક્ટર રિમાન્ડ ઉપર

મોરબીના રંગપર નજીક અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડમાં જે મશીનરી ઉપર લોન લેવામાં આવી હતી તે મશીનરીને બેંકને જાણ કર્યા વગર સગેવગે કરીને બેન્કની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી અંકલ સિરામિક અને તેના બે ડાયરેક્ટર સામે બેંકના કર્મચારી દ્વારા વિશ્વાસઘાતની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં જામીન માટે આરોપીઓ કોર્ટમાં ગયા હતા ત્યારે કોર્ટે તપાસનીસ આધિકારી તપાસ માટે આરોપીની જરૂર હોય ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી હાલમાં સિરામિક કારખાનના ત્રણ ડિરેક્ટર હાલમાં રિમાન્ડ ઉપર છે

જામનગરમાં એરોડ્રમ રોડ ખોડીયાર કોલોનીની બાજુમાં આવેલ યોગી નિવાસ બ્લોક નં-૧૯૯ માં રહેતા પ્રતિકભાઈ દિનેશભાઈ ગુજરાતી જાતે પ્રજાપતિ (૩૩)એ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર નીરવભાઈ રતિલાલ ભોરણીયા અને ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયાની સામે વિશ્વાસઘાતની વર્ષ ૨૦૨૨ ના ડિસેમ્બર માહિનામાં ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, મોરબીના કાલિકા પ્લોટ પાસે આવેલ કો ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટની બ્રાન્ચમાંથી આરોપીઓએ ૩૧/૧/૨૦ ના રોજ ઇન્ડસ્ટ્રીયલ લોન, કેસ ક્રેડિટ લોન અને મશીનરી લોન લીધી હતી જેમાં ઇન્ડસ્ટ્રીઝ લોન માટે ૨.૮૮ કરોડ, કેસ ક્રેડિટ લોન માટે ૫૦ લાખ અને મશીનરી લોન માટે ૩.૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા આમ કુલ મળીને ૩.૮૮ કરોડની લોન બેંકમાંથી મંજૂર કરવામાં આવી હતી

જોકે ગત તારીખ ૩૧/૭/૨૧ ના રોજ રાજકોટ હેડ ઓફિસના લોન વિભાગના અધિકારી જગદીશભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રભાઈ પુજારા અને રસિકભાઈ જાગાણી દ્વારા બેંકની તરફેણમાં કારખાના ખાતે જઈને જંગમ મિલકત એટલે કે મશીનરી બાબતની ખરાઈ કરવામાં આવી હતી ત્યારે જે મશીનરી પેટે ૩.૧૦ કરોડની લોન લેવામાં આવી હતી અને સિક્યુરિટી તરીકે લખી આપવામાં આવી હતી તે મશીનરી સ્થળ ઉપર હાજર હતી નહીં અને બેંકને જાણ કર્યા વગર લોન લેનાર અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર નિરવભાઈ રતિલાલભાઈ ભોરણીયા અને ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયા વાળાએ સગેવગે કરી નાખી હતી જેથી બેંક સાથે વિશ્વાસઘાત કરેલ હોય અંકલ સીરામીક અને તેના બે ડિરેક્ટર આમ કુલ મળીને ત્રણની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દરમ્યાન અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિરવભાઈ રતિલાલભાઈ ભોરણીયા રહે. “સાગર” ગોપાલ સોસાયટી મહેન્દ્રનગર રોડ મોરબી, ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયા રહે. “ચેતન્ય” શક્તિનગર-૪ કાલાવાડ રોડ રાજકોટ અને જયંતીભાઈ પ્રગજીભાઈ ભોરણીયા રહે. “સાગર” ગોપાલ સોસાયટી મહેન્દ્રનગર રોડ મોરબી વાળાએ જામીન માટે તાજેતરમાં મોરબીની કોર્ટમાં ગયા હતા ત્યારે કોર્ટે તપાસનીસ અધિકારી પીએસઆઈ એસ.આઈ. પટેલને બોલાવ્યા હતા અને ત્યારે અધિકારી તપાસના કામે આરોપીની જરૂર છે તેવું કહ્યું હતું જેથી કરીને આરોપીના તા ૧૩/૪ સુધી એટ્લે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને આ કારખાનાના ડિરેક્ટરોએ બેન્કની જાણ બહાર મશીનરીને ક્યાં સગેવગે કરી છે તે દિશામાં પીએસઆઈ એસ.આઈ. પટેલ અને રાઇટર પ્રભાતભાઇ ગોહિલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News