મોરબી : માળીયા(મિં.) ના ખાખરેચી ગામે વિટ્રીફાઈડ યુનિટમાં બે લોકોને લાગ્યો ઇલેક્ટ્રિક શોટ : એકનું મોત
ટંકારાના મામલતદારે કોંગ્રેસનાં આગેવાન સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
ટંકારાના મામલતદારે કોંગ્રેસનાં આગેવાન સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ટંકારા તાલુકાનાં વિરપર ગામે સરકારી ખરાબાની જમીન આવેલ છે જે જમીનમાં ૨૦૨૩ ચોરસ મીટર જમીન ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ દ્વારા અનઅધિકૃત રીતે કબજો કરવામાં આવેલ છે જેથી હાલમાં ટંકારા તાલુકા મામલતદાર દ્વારા મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન સામે હાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ (ઉ ૫૫)એ હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ બધાભાઇ રબારી રહે. હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૪/૩/૨૦૨૦ પહેલા કોઈપણ સમયથી આજદીન સુધી ટંકારા તાલુકાનાં વિરપર ગામે આવેલ સરકારી ખરાબાની જમીન સર્વે નંબર ૩૯૬ પૈકી ૩૦ પૈકી ૧ ની જમીનમાં ૨૦૨૩ ચોરસ મીટર જમીન ઉપર અનઅધિકૃત રીતે કબજો કરેલ છે અને હજુ પણ કબજો ચાલુ રાખી ગુન્હો કરેલ છે જેથી નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે