ટંકારાના મામલતદારે કોંગ્રેસનાં આગેવાન સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના લીલાપર અને વજેપરમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
મોરબીના લીલાપર અને વજેપરમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબી તાલુકાનાં લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં તેમજ વજેપર ગામના સર્વે નંબર ૧૧૬૬ વાળી જમીનમાં ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી તાલુકા મામલતદાર દ્વારા લીલાપરના બે શખ્સોની સામે હાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા મામલતદાર દિવ્યરાજસિંહ જે. જાડેજાએ હાલમાં નારણભાઇ માધાભાઇ લાબરીયા તથા મનોજભાઇ વશરામભાઇ રબારી રહે. બંન્ને લીલાપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં તેમજ વજેપર ગામના સર્વે નંબર ૧૧૬૬ વાળી જમીનમાં આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ- ૩, ૪(૧), ૪(૨), ૪(૩) તથા પ (ક), ૫ (ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કેસની તપાસ એસસીએસટીના નાયબ પોલીસ અધિક્ષક સેલ હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ ચલાવી રહી છે