મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.) ના ખાખરેચી ગામે વિટ્રીફાઈડ યુનિટમાં બે લોકોને લાગ્યો ઇલેક્ટ્રિક શોટ : એકનું મોત


SHARE

















મોરબી : માળીયા(મિં.) ના ખાખરેચી ગામે વિટ્રીફાઈડ યુનિટમાં બે લોકોને લાગ્યો ઇલેક્ટ્રિક શોટ : એકનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા ખાખરેચી ગામે વિટ્રીફાઇટ ટાઇલ્સના યુનિટમાં માટી વિભાગમાં ચાર લોકો માટીના કૂવાની સફાઇનું કામ કરતા હતા ત્યારે મોટરનૈ વાયરીંગમાં શોટ થવાને લીધે બે લોકોને સારવારમાં ખસેડાયા હતા જે પૈકીના એક મજૂર યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.

માળીયા મીંયાણા પોલીસ મથક તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે આવેલ એકઝીશન વિટ્રીફાઇડ ટાઇલ્સ નામના યુનિટમાં માટી ખાતાની અંદર માટીની કુંડી ચાર લોકો સાફ કરી રહ્યા હતા.ત્યારે મગનભાઈ આદિવાસી (ઉમર ૪૫) તેમજ દિનેશ હિરસિંગભાઇ ગાડડીયા જાતે ભીલાલા આદિવાસી (ઉમર ૧૯) હાલ રહે.ખાખરેચી તા.માળીયા મીંયાણા જી.મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાઓને જેતપર(મચ્છુ) પીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં મગનભાઈને સારવાર આપવામાં આવતા તેઓને સારું થઇ ગયું હતું જોકે દિનેશ હિપસિંગ ગાડડીયા જાતે આદિવાસી નામના ૧૯ વર્ષીય મજુર યુવાનને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા અહીં તેને મૃત જાહેર કરાયો હતો. બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને માળીયા પોલીસ મથકે જાણ કરતાં બીટ વિસ્તારના જમાદાર રમેશભાઈ ગોહિલ અને દેવુભાએ આગળની તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યુ હતુ કે દિનેશ હિરસિંગ ગાડરિયા તેમજ મગનભાઈ આદિવાસી સહિત ચાર લોકો યુનિટીની અંદર માટી વિભાગમાં કામ કરી રહ્યા હતા ત્યારે મોટરના  વાયરીંગમાં શોર્ટ લાગવાથી લોખંડની સીડી ઉપર ઉભેલા બે લોકો મગનભાઈ આદીવાસી અને દિનેશ આદિવાસીને શોટ લાગ્યો હતો. જેથી કરીને બંનેને જેતપર પીએચસી ખાતે લઈ જવાયા હતા જ્યાં મગનભાઈને સારવાર આપીને સારું થઈ જતા રજા આપવામાં આવી હતી અને દિનેશ ગાડડીયા (૧૯) નામના અપરણીત એમપીના મજુર યુવાનનું મોત નીપજયું હતું.

બે યુવાનનો સારવારમાં

ટંકારા તાલુકાના અમરાપર ગામે ભરવાડવાસ પાસે રહેતા હુશૈનભાઈ જીવાભાઈ ખોરજીયા નામના ૪૮ વર્ષીય યુવાનને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હોય હુશૈનભાઇને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.બનાવના પગલે એ ડિવિજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો દિપક પ્રફુલભાઈ લાંઘણોજા નામનો ૩૭ વર્ષીય યુવાન સોખડા ગામે ગયો હતો અને ત્યાંથી વાવડી પરત આવતો હતો ત્યારે ભરતનગર ગામ પાસે તેના બાઇકના ટાયરની ટ્યુબ ફાટી જવાથી બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી કરીને દિપકભાઇને ઇજાઓ થતાં અહીં ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.




Latest News