મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

પોલીસ એટલે શું..? : માળીયા(મિં.) ની નવજીવન હોટલના ગ્રાઉન્ડમાં હોટલ માલિક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, સાત સામે ગુનો નોંધાયો


SHARE









પોલીસ એટલે શું..? : માળીયા(મિં.) ની નવજીવન હોટલના ગ્રાઉન્ડમાં હોટલ માલિક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, સાત સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં ગુનેગારોને પોલીસનો લેસમાત્ર ભય રહ્યો ન હોય તેવો ઘાટ સર્જાયો છે.વાતવાતમાં છરી હલાવી, જીવલેણ મારામારી કે મર્ડર કરી નાખવું અને ફાયરિંગ કરવું તે રમત વાત બની ગઈ હોય તેવો બનાવ તેવા બનાવો બની રહ્યા છે જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે જે બાબતે મળતી માહીતી મુજબ મોરબી જિલ્લાના માળીયા(મિં.) તાલુકામાં કચ્છ હાઇવે ઉપર આવેલ નવજીવન હોટલ ખાતે ટ્રક ઝડપથી રીપેર કરી દેવા જેવી નજીકની વાતે ત્રણ ગાડીઓમાં આવેલા સાત શખ્સોએ હોટલના માલિક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને બોટલ માલીકને જાનથી મારી નાખવાના ઇરાદે તેની પાછળ વાહન દોડાવ્યા હતા જેથી યુવાને માળિયા પોલીસ મથક ખાતે હાલ સાત ઇસમોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના માળિયા મિંયાણામાં આવેલ ત્રણ રસ્તા પાસે રહેતા સાફીરભાઈ મુસાભાઇ મોવર (ઉમર ૨૯) ની માળિયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલની સામે આવેલ નવજીવન હોટલ ખાતે ઉપરોક્ત ફાઇરીંગનો બનાવ ગત રાત્રીના અગીયારેક વાગ્યે બન્યો હતો જે બાબતે તેઓએ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ માળીયા પોલીસ મથકના પીએસઆઇ એમ.પી.સોનારાએ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) તથા આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭ તથા ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે જેમાં ભોગ બનનાર સાફીરભાઇ મોવરે પોલીસને જણાવ્યા મુજબ માળીયાનો રહેવાસી આરોપી ઓસમાણ સુમાર મોવર તેની ટ્રક લઇને ફરીયાદી સાફીરભાઇની હોટલમાં આવેલ ગેરેજ ખાતે રીપેરીંગ કામ માટે આવેલ અને ફરીયાદીએ વારા ૫છી વારો આવે ત્યારે ગાડી રીપેરીંગ થશે તેમ કહેલ તે બાબતનો ખાર રાખી તેણે તેના સાગરીતોને જાણ કરી હતી અને બાદમાં ત્રણ ગાડીઓમાં આવેલા શખ્સોએ તેઓના ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુમાં ભોગ બનનાર સફીરભાઇ મુસાભાઈ મોવર જાતે મિયાણા (ઉમર ૨૯) ધંધો મજુરી રહે.માળીયા (મિં.) ત્રણ રસ્તા પાસેએ .મોરબીના હાલ રહે. અંકલેશ્વર શ્યામનગર ચોકડી વાળા કોમ્પલેક્ષ તા.અંકલેશ્વ જી.ભરૂચએ ફરિયાદમાં લખાવ્યુ હતુ કે તે ગઇકાલે તા.૨૩ ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં માળિયા હાઈવે રોડ ઉપર ઓર્નેસ્ટ હોટલ સામે નવજીવન નામની હોટલ આવેલ છે અને જે છેલ્લા ચારેક માસથી બંધ છે ત્યાં બેસવા માટે ગયેલ અને મારી હોટલના ગ્રાઉન્ડમાં શ્યામ કમાન રીપેરીંગ વાળાનુ ગેરેજ આવેલ છે અને હુ મારી હોટલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં બેઠો હતો તે વખતે એક મોટી ટ્રકના ડ્રાઈવર પોતાની ટ્રક લઈને ત્યાં રીપેરીગ કરવામા આવેલ અને તે ગેરેજ વાળાને પોતાની ટ્રક પહેલા રીપેરીંગ કરી આપે તેમ કહીને તેની સાથે ઝગડો કરતો હોય જેથી ગેરેજવાળાએ મને કહેલ કે આ ટ્રક વાળાને સમજાવો તેથી મેં તે ટ્રક વાળાને કહેલ કે તમારો વારો આવશે ત્યારે ટ્રેક રીપેરીંગ થશે તેમ કહેતા ટ્રક ડ્રાઇવરે કહેલ કે ઓસમાણભાઇની ગાડી છે અને તેમને ફોન આવશે તેમ કહેલ અને બાદમાં મને જુસબભાઈ ગુલમામદભાઇ મોવર રહે.મોરબી, મચ્છીપીઢ વાળાનો ફોન આવેલ અને કહેલ કે અમારો ટ્રેક છે.તેને જલ્દી રીપેરીંગ કરી આપો તેમ કહેતા મેં કહેલ કે ટ્રક રીપેરીગ વાળો બીજી ટ્રકનું કામ કરે છે તે પુરૂ થઈ જાય પછી તમને હું ટ્રક રીપેરીંગ કરાવી આપીશ.તેમ કહેતા તેને મને કહેલ કે કોઇ વાંધો નહી અમે અમારી ટ્રક લેવા માટે આવીએ છીએ.તેમ કહીને ફોન કાપી નાખેલ અને બાદ હું મારા ઘરે જમવા માટે આવતો રહેલ અને બાદ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં ગેરેજવાળા શ્યામભાઇનો મને ફોન આવેલ અને મને કહેલ કે આ ગાડી વાળા પોતાની ગાડી લેવા માટે આવેલ છે. અને કહે છે કે ગાડી રીપેરીંગ કરી આપ નહીતર સારાવાના નહીં રહે. તેમ કહીને ધમકી આપે છે. 

જેથી સફીરભાઇ તેમની પોલો ગાડી લઇને નવજીવન હોટલ ખાતે જતા ત્યાં જુસબભાઇ ગુલમામદભાઇ મોવર તથા હૈદર સુમારભાઇ મોવર તથા તેનો નાનો ભાઈ ઓસમાણભાઇ સુમારભાઇ મોવર રહે.માળીયા(મી) નાઝ રોઇલાઇન્સ પાસે, હાઇવે રોડ ઉપર વાળા તથા બીજા ચાર અજાણ્યા માણસો એક સ્વીફટ કાર નંબર ૪૫૯૨ તથા સ્કોર્પીયો ગાડી નં-૨૩૬૦ જે બંને ગાડીના આખા નંબર યાદ નથી તથા એક સફેદ કલરની એન્ડોવર કાર કે જેના નંબર મેં જોયેલ નથી તે ત્રણેય ગાડી લઇને ઉભા હતા અને હું જેવી અમારી હોટલના ગ્રાઉન્ડમાં પહોંચેલ તે વખતે મને જાનથી મારી નાખવાના ઇરાદે આ તમામ માણસો મારી ગાડી તરફ દોડેલ અને જુસબભાઇએ બે રાઉન્ડ તથા હૈદરભાઇએ મારી પર એક રાઉન્ડ ફાયરીંગ કરતા મેં મારી ગાડી ત્યાંથી વાળી લીધેલ જેથી મને ગોળી વાગેલ નહી અને મારી ગાડી લઇને ઘરે આવતો રહેલ અને ઘરે માતાને વાત કરેલ અને બાદ મોટા ભાઇ અલીયાસને ફોન કરીને વાત કરેલ અને બાદ હોટલે જતા આ બધા લોકો ત્યાંથી તેમની ગાડીઓ લઈને ભાગી ગયેલ અને હોટલ ખાતે જઇને જોતા ત્રણ રાઉન્ડના ખાલી કેચીસ તથા એક આખો રાઉન્ડ ગ્રાઉન્ડમાં પડેલ જોવામા આવેલા બાદ ભોગ બનનાર સફીરભાઇ તેનો મોટાભાઇ અલીયાસ, તેઓની માતા તથા અલીયાસભાઇનો સાળો અલ્તાફ એમ બધા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા માટે પહોંચ્યા હતા.હાલ સફીરની ઉપરોકત ફરીયાદ આધારે માળીયા પોલીસે જુસબ ગુલમામદ મોવર રહે.મોરબી મચ્છીપીઠ, હૈદર સુમાર મોવર રહે.માળીયા મિંયાણા નાઝ રોડલાઇન્સ પાસે, ઓસમાણ સુમાર મોવર રહે.માળીયા મિંયાણા નાઝ રોડલાઇન્સ પાસે તેમજ અજાણ્યા ચાર ઈસમો સામે ગુનો નોંધ્યો છે જેની આગળની તપાસ પીએસઆઇ એમ.પી.સોનારા ચલાવી રહ્યા છે






Latest News