હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

કબરાવ મોગલ માતાજીના દર્શને જતી લકઝરી બસને ટંકારામાં નડયો અકસ્માત


SHARE













કબરાવ મોગલ માતાજીના દર્શને જતી લકઝરી બસને ટંકારામાં નડયો અકસ્માત

જૂનાગઢના બટવાથી કચ્છમાં કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને મુસાફરોને લઈને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે ઠાઠામાં ઠોકર મારતા બે દીકરીઓને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે જૂનાગઢના બાંટવા ગામેથી કચ્છના કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે પાછળથી ઠોકર મારતા બસમાં મુસાફરી કરી રહેલ અશ્વિનીબેન મહેશભાઈ નકુમ અને ભાવિકાબેન મુકેશભાઈ મારુ નામના દીકરીઓને ઇજા પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે લકઝરીબસના ચાલક હસમુખભાઈ નાઝાભાઇ જુલુએ એસટી બસના ચાલક સુરેશભાઈ હરિભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.નોંધનીય છે કે, એસટી બસની બ્રેક ફેઈલ થતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

ટંકારા ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે

આગામી તા.૭-૫ ને રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ટંકારા આવતા ઉમેદવાર ભાઈ બહેનો માટે આગલા દિવસે રાત્રી રોકાણની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થા સારી રીતે કરી શકાય માટે જે પરિક્ષાર્થી આ વ્યવસ્થા મેળવવા ઇચ્છતા હોય તેમની યોગ્ય વ્યવસ્થા થઇ શકે એ હેતુથી અગાઊથી મોબાઇલ નંબર 81412 08873, 85111 11444, 99091 74773 અથ 81419 89889 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News