મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી કારખાનેદારના અપહરણના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉ પકાયેલા આરોપીઓના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાંથી કારખાનેદારના અપહરણના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉ પકાયેલા આરોપીઓના રિમાન્ડ મંજૂર

મોરબીમાંથી સિરામિક ઉદ્યોગપતિનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને છરી બતાવીને પહેલા ૧૦ લાખની માંગણી કરી હતી જોકે, બાદમાં ઉદ્યોગપતિના ભાગીદારને ફોન કરીને પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કર્મચારી સહિતના પાંચ શખ્સો સામે ઉદ્યોગપતિએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના લીલાપર કેનાલ રોડે ગુંજન હાઇટ્સમાં રહેતા અને સિરામિક સેનેટરી વેર વાળા જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઘૂટુંથી તલાવીયા શનાળા વચ્ચેથી તેના જ કારખાનના પૂર્વ કર્મચારીઓ દ્વારા ઇકો ગાડીમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પહેલા દસ લાખ રૂપિયાની માંગણી કરીને અંતે મારી નાખવાની ધમકી આપીને ફરિયાદીના ભાગીદાર વિશાલભાઈને ફોન કરીને તેની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા પછી આરોપીઓ ફરિયાદીને અમદાવાદ પાસે મુક્ત કર્યો હતો આ ગુનાના કામે પોલીસે ૨.૧૬ લાખ રોકડા અને ગુનામાં વપરાયેલ કાર નંબર એમપી ૯ ઝેડસી ૨૭૭૮ કબજે કરી છે અને આ ગુનામાં પહેલા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએસઆઈ વી.જી જેઠવા અને તેની ટીમે આરોપી મનોજ ઉર્ફે તપન હરિહર બેહરા (૨૭) અને જયંતાકુમાર હરિહર બહેરા (૩૦) રહે. બંને ઓરિસ્સા, રોહિત લાલુરામ મંડલોઇ (૨૩) આરએચ. એમપી વાળની ધરપકડ કરવામાં આવી હતી જેને રિમાન્ડની માંગણી  સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ ગુનામાં હાલમાં વધુ એક આરોપી પવન ખુમસિંગ મજરા રહે. એમપી વાળાની ધરપકડ કરેલ છે




Latest News