મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) પેપર મીલમાં કામગીરી દરમિયાન પેપરની ગાંસડી માથે પડતા ઇજા પામેલ મહિલાનું મોત


SHARE





માળીયા (મી) પેપર મીલમાં કામગીરી દરમિયાન પેપરની ગાંસડી માથે પડતા ઇજા પામેલ મહિલાનું મોત

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતી પેપર મીલમાં કામગીરી દરમિયાન મહિલાની કમરના ભાગ ઉપર પેપરની ગાંસડી પડી હતી જેથી કરીને તેને ગંભીર ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાતે મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રમેશભાઈ નારણભાઈ બોસિયાના પત્ની રતનબેન રમેશભાઈ બોસિયા (૫૦) માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લેમીનેટ પેપર મિલ નામના કારખાનામાં બપોરના અઢી વાગ્યાના અરસામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે પેપર ભરેલી ગાંસડી તેના કમરના ભાગ ઉપર પડી હતી જેથી કરીને તે મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતસમૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા ભાણીબેન પ્રભુભાઈ કડીવાર (૭૫) પોતાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓને ચકકરા આવતા તેઓ બાઈકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને ભાણીબેનને ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે.




Latest News