મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાતે આવારા તત્વોના ત્રાસ બાબતે એસો. દ્રારા રજૂઆત


SHARE







મોરબી જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાતે આવારા તત્વોના ત્રાસ બાબતે એસો. દ્રારા રજૂઆત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તાજેતરમાં પોલીસને રજૂઆત કરીને મોડી રાત્રીના જીઆઇડીસી વિસ્તારમાં આવારા તત્વોના રંજાળ બાબતે રજૂઆત કરી યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

પોલીસને કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવવામાં આવ્યા મુજબ, મોરબી જીઆઈડીસી વસાહતની આજુબાજુનાં વિસ્તા૨માં ૪ થી ૫ સ્કુલ આવેલ છે. તેમાં કન્યા છાત્રાલય અને બીજી સ્કુલનો અવ૨-જવ૨નો રસ્તો જીઆઈડીસીમાંથી છે.સ્કુલ-કોલેજ કે ટ્યુશન કલાસ ચાલુ થવાના અને છૂટવાના અને રાત્રીના સમયે જીઆઈડીસીમાં આવારા તત્વો અડ્ડો જમાવે છે.તે પોતાના બાઈક તથા ગાડીઓ લઈને આવે છે અને અડધો રસ્તો રોકી ત્યાં બેસે છે.ત્યાંથી પસાર થતાં જીઆઈડીસીનાં ઉદ્યોગકારો તથા ઉદ્યોગકારોનાં વાહનોનાં અવ૨-જવ૨માં અડચણરૂપ થાય છે.કારણકે હાઉસીંગ બોર્ડ તથા અન્ય સોસાયટીઓની દીકરીઓ રોજ સ્કુલ-કોલેજ તથા ટ્યુશન ક્લાસીસમાં આવવા-જવા માટે જીઆઈડીસીની અંદરની શેરીઓમાંથી નિકળે છે.

તેમજ જાહેર રસ્તા ઉપર મોડી રાત્રે કેક કાપવાના પ્રોગ્રામ થતા રહે છે અને દારૂ તથા અન્ય નશીલા પ્રદાર્થોનો વેપાર પણ થાય છે.અગાઉ ચેન સ્નેચીંગની ઘટનાઓ પણ બનેલ છે.હાલમાં સુપર માર્કેટની જે ઘટના બનેલ છે તે ઘટના જીઆઈડીસી વસાહતમાં ન બને તે માટે આ વિષય અંગે યોગ્ય કાર્યવાહી કરવા ઉદ્યોગકારોએ માંગ કરેલ છે.જીઆઇડીસી વસાહતનાં મેઈન રોડ ઉપર લારી, રીક્ષા, બસ વિગેરે જેવા વાહનો પણ હેર કાયદેસર રીતે પાર્ક કરવામાં આવે છે જેના કારણે અહીંના ઉદ્યોગકારોને પોતાના વાહનોનાં અવર-જવરમાં અડચણરૂપ થાય છે તેથી તે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉદ્યોગકારોએ માંગ કરેલ છે.






Latest News