મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મિલ પ્લોટમાં મામાના દીકરાના ઘરે ગયેલા યુવાનના મોબાઇલની ચોરી


SHARE









વાંકાનેરના મિલ પ્લોટમાં મામાના દીકરાના ઘરે ગયેલા યુવાનના મોબાઇલની ચોરી

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં મામાના દીકરાના ઘરે ફળિયામાં મુકેલ મોબાઈલ ફોનની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ ઝવેરી ચાલી પાછળ રહેતા અરફૈઝભાઇ અશરફભાઇ આંબલીયા જાતે. પીંજારા મુસ્લીમ (૨૬)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર મિલ પ્લોટમાં ફાટક પાસે રહેતા તેના મામાના દિકરા આદિલના ઘરે ખુલ્લા ફળિયામાં તેણે પોતાનો મોબાઈલ ફોન મૂક્યો હતો જે મોબાઈલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે મેલડી માતાજીના મંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રફાળેશ્વર ગામે રહેતા સુરેશભાઈ મતલોઇ (૩૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી નજીકથી મૂળ એમપીના કાકડપુરાના રહેવાસી રાકેશ ગોપાલભાઈ અને દિનેશ કરસનભાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેને બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.




Latest News