મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીમાં રેડની કાર્યવાહી રોકવા મહિલા બોટલેગરે આપી ધમકી: ઘરમાંથી ૧૪૩ બોટલ દારૂ કબ્જે
SHARE
મોરબીમાં રેડની કાર્યવાહી રોકવા મહિલા બોટલેગરે આપી ધમકી: ઘરમાંથી ૧૪૩ બોટલ દારૂ કબ્જે
મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળા સામે આવેલ શક્તિધામ સોસાયટીમાં રહેતી મહિલાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે પોલીસ દ્વારા ઘરની જડતી લેવામાં આવતા પોલીસને રોકવા માટે થઈને મહિલા બુટલેગરે ફીનાઇલ પી લેવાની ધમકી આપી હતી જોકે પોલીસે તેની પાસેથી ફિનાઈલની બોટલ પડાવી લીધા બાદ તેને કબજામાં લઈને ઘરની તલાસી લીધી હતી ત્યારે પાણીના ટાંકામાંથી દારૂની ૧૪૩ બોટલ મળી આવી હતી અને ઘરમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૯૨૩૯૫ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરની ધરપકડ કરેલ છે તેમજ મહિલા પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કોની પાસેથી લાવી હતી તે દિશામાં તપાસ ચાલુ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ પી.આર. સોનારાને મળેલ બાતમી આધારે સમગ્ર ટીમ દ્વારા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળાની સામેના ભાગમાં શક્તિધામ સોસાયટીમાં રહેતી રેખાબેન લલીતભાઈ વઘોરા નામની મહિલાના ઘરની અંદર દારૂની રેડ કરી હતી અને પોલીસ દ્વારા ઘરની જડતી લેવામાં આવતી હતી ત્યારે મહિલાએ પોલીસની કામગીરીને રોકવા માટે થઈને ફીનાઇલની બોટલ ઉપાડીને ફીનાઇલની બોટલ પી લેવાની ધમકી આપી હતી ત્યારે મહિલા પીએસઆઇ દ્વારા તેની પાસેથી ફિનાઈલની બોટલ પડાવી લઈને મહિલાને કબજામાં લેવામાં આવી હતી અને બાદ ઘરની તલાસી લેવામાં આવતા પાણીના ટાંકામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને ૧૪૩ બોટલો મળી આવી હતી તેમજ પ્લાસ્ટિકના બાચકામાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૨૩૯૫ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રેખાબેન લલીતભાઈ વઘોરા (૩૫) રહે. નાની વાવડી શક્તિધામ સોસાયટી તાલુકો મોરબી વાળીની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો આ મહિલા બુટલેગરે ક્યાંથી મેળવી હતી ? અને કોને આપવાની હતી ? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
યુવાનનું મોત
મોરબીના ઘૂંટુ રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા બુધારામસિંહ સહનસિંહ (૪૨) નું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બીમારી સબબ યુવાનનું મોત નીપજયું છે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે









