મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જતા યુવાનના બાઈકને અજાણ્યા ટ્રકના ચાલાકે હડફેટે લેતા માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે મેહુલ ટેલીકોમ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા અમિતકુમાર પાંડે (ઉંમર ૨૦) રહે.સાવિઓ સીરામીક લેબર કવાટર લખધીરપુર રોડ મોરબી-૨ વાળાના બાઇકને અજાણ્યા ટ્રક ચાલાકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં અમિતકુમાર પાંડે નામના યુવાનને માથાના ભાગ ઇજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે અત્રેના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે જાણ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કૃષ્ણનગર (નવા રાતાભેર) ગામે રહેતા શૈલેષભાઈ શાંતિલાલ પટેલ નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણીએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે શૈલેષભાઈ પટેલ બાઈક લઈને જતા હતા ત્યારે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે પેટ્રોલ પંપના સામેના ભાગે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવા આવ્યા હતા.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ શક્તિ મેડિકલના પાછળના ભાગે રહેતા આશાબેન જયભાઈ જખવાડિયા નામની ૨૩ વર્ષીય પરિણીતાને તેના ઘરે તેના પતિ દ્વારા નશાયુક્ત હાલતમાં માર મારવામાં આવ્યો હતો જેથી તેણીને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવી હતી હાલ બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે અત્રે નોંધનીય છે કે વીસીપરા વિસ્તારમાં છુટથી દારૂ વહેંચાય છે જેને પગલે અવારનવાર આવા મારામારીના બનાવો બને છે.




Latest News