ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પાવડીયારી નજીક સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં મહિલા સાથે દુષ્કર્મ


SHARE







મોરબીના પાવડીયારી નજીક સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં મહિલા સાથે દુષ્કર્મ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવડીયારી નજીકના સિરામીક યુનીટના લેબર કવાટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારની મહિલા સાથે લેબર કવાટરમાં મૂળ મધ્યપ્રદેશના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા હાલ તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલ પાવડીયારી પાસેના એક સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરિવારની મહિલાની સાથે લેબર ક્વાટરમાં બળજબરી કરવામાં આવી હતી અને તેણીની ઈચ્છા વિરૂધ્ધ તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મૂળ મધ્યપ્રદેશના જાંબુ ખોડન ગામના રહેવાસી અને હાલ મોરબીના જેતપર રોડ પાવળીયારી નજીકના સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા પંકેશ વાગરૂભાઈ નીનામા જાતે આદિવાસી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પીએસઆઇ એસ.એન.સગારકા દ્વારા આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ પંકેશ નીનામા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તે અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બાઈક સાથે કાર અથડાતા ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાવલિયા પીરની દરગાહ નજીકના ગણેશનગર વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ કાનજીભાઈ કંજારીયા (ઉંમર ૪૦) નામનો યુવાન મોરબીના મયુર પુલ ઉપરથી જતો હતો ત્યારે તેના બાઇકને કોઇ અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજાઓ પામેલા પરસોતમભાઈ કણજારીયાને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેને પગલે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન સ્લીપ થતા ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોકડી તરફ જતા રસ્તે આવેલ ફ્લોરા ટાઉનશીપ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા અશ્વિન રામજીભાઈ મુછડીયા (ઉંમર ૨૦) રહે.મોટી બરાર તાલુકો માળીયા (મિં.) ને મધુરન હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો અને બનાવ સંદર્ભે જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News