ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનારા આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ: હથિયાર કબજે કર્યું


SHARE







મોરબીમાં યુવાનની હત્યા કરનારા આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ: હથિયાર કબજે કર્યું

મોરબીમાં સરદાર રોડ ઉપર શેરીમાં છરીના ઘા ઝીકીને યુવાનની હત્યા કરવામાં આવી છે જેની મૃતક યુવાનની માતાએ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે યુવાનની હત્યા કરનારા ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને તે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસે હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસે હત્યાના બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું અને હત્યા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર તેમજ ભાગવા માટે ઉપયોગમાં લીધેલા વાહનોને કબજે લેવામાં આવેલ છે

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ (૩૨) નામના યુવાનને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઇ ભટ્ટ (૭૦)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (૪૦)મહિપતસિંહ બનેસિંહ વાઘેલા (૨૨) અને જીગરસિન્હ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા (૨૦) રહે. ત્રણેય હાલમાં યદુનંદન પાર્ક મોરબી મૂળ રહે વસઇ પાટણ વાળાની ધરપકડ કરેલ હતી અને આ ત્રણેય આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું હતું અને હત્યા કરવા માટે ઉપયોગમા લેવામાં આવેલ હથિયાર  છરીને પોલીસે કબજે લીધેલ છે અને અગાઉ પોલીસે આરોપીઓએ ઘટનાને અંજામ આપીને નાશી જવા માટે ઉપયોગમાં લીધેલ બાઇક તેમજ અર્ટિંગ કારને કબજે લીધી હતી અને આજે આરોપીઓના રિમાન્ડ પુતા થતાં હોવાથી આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે






Latest News