ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: બે પકડાયા, એકની શોધખોળ


SHARE







વાંકાનેરમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: બે પકડાયા, એકની શોધખોળ

વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને સ્થળ ઉપરથી પોલીસે ૧૦,૭૧૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે જોકે એક શખ્સ નાશી ગયો હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને બાતમી મળી હતી કે, સિટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગાર રમે છે જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશભાગ મચી ગઈ હતી અને ત્યારે તકનો લાભ લઈને એક શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો જોકે, પોલીસે ઈકબાલશા મહમ્મદશા શેખ જાતે ફકીર (૩૩) અને અલીઅસગરભાઈ ઓસમાણભાઈ શેખ જાતે ફકીર (૨૨) રહે. બંને સિટી સ્ટેશન રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે જોકે પોલીસને જોઈને નાસી ફૂટેલ ગફુરભાઈ રહે. મિલપ્લોટ વાંકાનેર વાળાની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે હાલમાં પકડાયેલા બે આરોપીઓ પાસેથી પોલીસે ૭૧૦ રૂપિયાની રોકડ તથા ૧૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૧૦,૭૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે

એક્ટિવા સ્લીપ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસેથી માળીયામીયાણા તાલુકાના વવાણિયા ગામે રહેતા બચુભાઈ વાલાભાઈ સાવસેટા (૪૦) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું એકટીવા કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને તાત્કાલિક મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવામાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ બી ડિવિઝન પોલીસને આ બનાવવાની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News