મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રોમીયોગીરી કરતા ઈસમો સામે પોલીસની લાલ આંખ


SHARE







મોરબીમાં રોમીયોગીરી કરતા ઈસમો સામે પોલીસની લાલ આંખ

મોરબીમાં નાયબ પોલીસ અધીક્ષકની આગેવાનીમા સ્કુલ અને કોલેજો પાસે રોમીયોગીરી કરતા ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા ૨૮ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા અને કારમાંથી બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી

તાજેતરમાં રાજકોટ રેન્જ ડી.આઈ.જી. અશોકકુમાર યાદવ મોરબી આવ્યા હતા ત્યારે રોમીયોગીરીના બનાવ તથા દુષ્કર્મના બનેલ બનાવ અંગે સ્કુલ કોલેજો પાસે રખડતા આવારા તત્વો સામે કાર્યવાહી કરવા આદેશ કરેલ હતો જેથી કરીને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાની આગેવાની હેઠળ એ ડીવીજન પો.સ્ટેના પીઆઇ એચ.એ. જાડેજા તેમજ સ્ટાફને સાથે રાખીને મોરબી કાલીકા પ્લૉટ, રવાપર રોડ, સુપર માર્કેટ, GIDC નાકા, ઓમ શાંતી સ્કુલ, કન્યા છાત્રાલય રોડ, કોચીંગ (ટ્યુશન) ક્લાસીસની આજુબાજુના વિસ્તારોમા રોમીયોગીરી કરતા આવારા તત્વો વિરૂધ્ધ વાહન ચેકીંગ હાથ ધરવામા આવેલ જે વાહન ચેકીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ ધરાવતા ફોર વ્હીલ તેમજ સુશોભીત નંબર પ્લેટ વાળા વાહનો તથા મોડીફાઈડ કરેલ સાઈલેન્સર વાળા આશરે સો જેટલા વાહનોનુ ચેકીંગ કરી ફોર વ્હીલ તેમજ ટુ વ્હીલ મળી કુલ-૨૮ જેટલા વાહનો એમ.વી. એક્ટ-૨૦૭ મુજબ ડીટેન કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર ૯૬૦૦ હાજર રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો હતો




Latest News