મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં બાળકીનું મોત


SHARE







મોરબી નજીક પેપર મિલના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં બાળકીનું મોત

મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ પેપર મિલના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળ ઉપરથી કોઈપણ કારણોસર બાળકી નીચે પડી હતી જેથી તેને ગંભીર ઈજા થઈ હોવાથી ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ અલખ પેપરમીલના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજાભાઈ પરમારની દીકરી માધુરીબેન (૧૩) કારખાનામાં આવેલ લેબર કવર્ટારમાં હતી ત્યારે લેબર કવાર્ટરના ત્રીજા માળેથી કોઈપણ કારણોસર તે નીચે પડી હતી જેથી તાત્કાલિક તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News