મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE







મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા મિતુલભાઈ બારોટના પત્ની પૂજાબેન બારોટ (૩૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વધુમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મહિલાને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારી હતી અને તેણે કોઈપણ કારણોસર પોતાની જાત એસિડ પી લઈને આપઘાત કરી દીધેલ છે હાલમાં આપઘાતના આ બનાવથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે




Latest News