મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક એસટી બસની પાછળ ટ્રક ઘૂસી જતાં અકસ્માત


SHARE





માળીયા (મી) નજીક એસટી બસની પાછળ ટ્રક ઘૂસી જતાં અકસ્માત

સામખયારીથી માળીયા હાઇવે ઉપર આવેલ સુરજબારી પુલ પાસે એસ.ટી.ની બસમાં પાછળથી ટ્રક ચાલકે ધડાકાભેર તેનો ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં એસટી બસના પાછળનો કાચ તૂટી ગયો હતો અને બમ્પરમાં પણ નુકસાની થયેલ હતી જેથી કરીને હાલમાં એસટી બસના ચાલકે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજ પાસે આવેલ સંતોષીનગરમાં રહેતા એસટીના ડ્રાઈવર વિનોદભાઈ વીરસંગભાઇ વલાણીયા જાતે કોળી (૩૭)એ ટ્રક નંબર જીજે  બીપી ૭૧૫૫ ના ચાલક સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓ પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૯૯૮ લઈને માંડવીથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે સૂરજબારી પુલ પાસે કામ ચાલુ હોવાથી એક જ રસ્તા ઉપર ટ્રાફિકને કાર્યરત રાખવામાં આવ્યો હતો દરમિયાન આગળ ટ્રાફિક હોવાથી તે પોતાની બસ ઊભી રાખીને ઉભા હતા દરમિયાન પાછળથી આવેલ ટ્રકના ચાલકે પોતાનું વાહન ધડાકાભેર બસમાં અથડાવ્યું હતું જેથી કરીને બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને બમ્પરમાં પણ નુકસાની થઈ હતી તેમજ બસમાં બેઠેલ એક મહિલા મુસાફરને પણ ઇજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News