રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામે ટ્રક ટેલરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના કાજરડા ગામે ટ્રક ટેલરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસે આવેલ હોટલ નજીકથી ડબલ થવાની બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ટેલરના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે બાઈકમાં બેઠેલ અન્ય એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે ટ્રક ટેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણામાં આવેલ માલાણી શેરીમાં સંધવાણીવાસમાં રહેતા સિકંદરભાઈ કાસમભાઈ સંધવાણી જાતે મિયાણા (૩૯)એ હાલમાં ટ્રક ટેલર નંબર જીજે ૧૨ઝેડ ૪૩૯૧ ના ચાલક સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસે આવેલ હોનેસ્ટ હોટલ પાસેથી તેઓ તેના મિત્ર સબીરભાઈ નૂરમહંમદભાઈ ત્રાયા (૨૦) રહે. માળિયા વાળાની સાથે બાઈક ઉપર તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક ટ્રક ટેલરના ચાલકે અચાનક ખાલી સાઇડમાં વાહનને વાળી લેતા બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત સર્જાયો હતો અને ત્યારે ફરિયાદી યુવાનને બંને હાથ અને પગમાં ઈજા થઈ હતી જોકે બાઇક ચાલક સબીરભાઈ નુરમહંમદભાઈ ત્રાયાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને સિકંદરભાઈ સંધવાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News