વાંકાનેરના વિનયગઢમાં શેઢાની તકરારમાં યુવાન ઉપર છ શખ્સોએ કર્યો હુમલો
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા
SHARE
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સોમવારે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી પસાર થશે
મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા તા. ૨૨ ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તે નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ થશે અને મુખ્યમાર્ગો ઉપર ફરશે ત્યારે સનાતન સ્વાભિમાન યાત્રામાં મોરબીના સમસ્ત હિન્દુ સંગઠનન જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે સમગ્ર હિંદુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા હિંદવા શાલીગ્રામની જન્મ જયંતીની ભવ્ય રેલી મોરબીમાં પ્રથમ વખત યોજાઇ રહી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે