વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ​​​​​​​  મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં યુવાને ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે અમદાવાદ સીવીલમાં ટિફિન સેવાના લાભાર્થે રામામંડળનું આયોજન


SHARE













ટંકારાના નસીતપર ગામે અમદાવાદ સીવીલમાં ટિફિન સેવાના લાભાર્થે રામામંડળનું આયોજન

ટંકારા તાલુકાના નસીતપર ગામના આંગણે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ટિફિન સેવાના લાભાર્થે પીઠડાઈ ગૌ સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે અને સેવાના કામમાં સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે

ટંકારા તાલુકાના નસીતપર ગામે લોકસેવાના ભગીરથ કાર્યના લાભાર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટીફીન સેવા પૂરી પાડતા સદભાવના સંકુલ માટે તા.૨૩/૫ ને મંગળવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ સેવા રામામંડળ-પીઠડનું ભવ્ય રામામંડળ નસીતપર ગામનાં આંગણે યોજાશે અને તેમાં એકત્રિત થનાર તમામ રકમ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ટીફીન સેવા માટે અર્પણ કરવામાં આવશે. તો આ લોકસેવાના કાર્ય સહભાગી થવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને નસીતપર ગામ તરફથી આમંત્રણ આપવામાં અવાયું છે

છેલ્લે ૧૪ વર્ષથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેના પત્ની ભાવનાબેન કાસુન્દ્રા દ્વારા મોરબી જીલ્લા સહીતના કોઈપણ દાખલ દર્દીઓ માટે ટીફીન સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે જે સેવાકાર્યને પ્રોત્સાહન આપી નાણાકીય મદદ કરવાના હેતુથી સમસ્ત નસીતપર ગામ દ્વારા વિખ્યાત રામા મંડળનું આયોજન કરાયું છે આ પ્રસંગે એકત્રિત થયેલ રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ખાતે એનાયત કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, દર્દીના સગાને રહેવા માટે ૯૦ રૂમનુ નવુ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જીલ્લાના તમામ દાખલ દર્દીઓના સગા સંબંધી માટે ફાયદો થશે. અને અમદાવાદ હોસ્પિટલ ખાતે આવતા દર્દીની સેવા માટે તથા અનુદાન માટે મો. ૯૩૭૪૯ ૬૫૭૬૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.








Latest News