ટંકારાના નસીતપર ગામે અમદાવાદ સીવીલમાં ટિફિન સેવાના લાભાર્થે રામામંડળનું આયોજન
મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીની ધરપકડ
મોરબીમાં શોભેશ્વર રોડે યુવાન અને તેના સાળા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ આધારે પોલીસે અગાઉ આઠ આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે
મોરબીના કાંતીનગરમાં મસ્જીદની બાજુમા રહેતા ફતેમામદભાઇ દાઉદભાઇ કટીયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના સાળા જુસબભાઇ હબીબભાઇ જામ સાથે બજારમાં ગયો હતો અને મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જૂની પોસ્ટ ઓફીસ પાસે જુસબના મીત્રો મયુસિંહ દરબાર, સોહિલ સુમરા તથા સાજીદ સુમરા સાથે બેઠો હતો અને બધા વાતો કરી રહ્યા હતા ત્યારે અસલમભાઇ હાજીભાઇ ખોડ, શાહરૂખ હાજીભાઇ ખોડ, અલ્તાફ હાજીભાઇ ખોડ અને તેની સાથે છ થી સાત બીજા માણસો આવ્યા હતા અને અસલમ, શાહરૂખ અને બીજા ત્રણેક શખ્સોના હાથમા છરીઓ હતી અને તેઓ બેફામ ગાળો બોલવા લાગેલા હતા અને ફરિયાદીના સાળા જુસબ હબીબભાઈ જામને મારી નાખવાના ઇરાદે અસલમ તથા શાહરૂખ તથા બીજા બધા આરોપીઓએ આડેધડ છરીના ઘા માર્યા હતા ત્યારે ફરિયાદી વચ્ચે પડતાં તેમને ડાબા હાથમાં ખભા પાસે છરીનો એક ઘા માર્યો હતો અને જૂસબને છરીના ઘા મારતા સમયે આરોપીઓ કહેતા હતા કે “આજે તો આ જુસાને ઠામ મારી નાખવો છે જેથી ફરીવાર કોઇ દિ આડો ન આવે” અને છરીના ઘા મારીને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા ત્યાર બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે આઠ આરોપીઓને ઝડપી લીધા હતા અને આ ગુનામાં અસલમભાઇ હાજીભાઇ ખોડ (૨૪), શાહરૂખ હાજીભાઇ ખોડ (૨૧), અલ્તાફ હાજીભાઇ ખોડ (૨૨) અને રફીક અબ્દુલભાઈ કટિયા (૨૪)ની પોલીસે ધરપકડ કરેલ છે અને આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે