મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE













 

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે અપહરણ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા તેમજ આરોપીને પકડવા આગળની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરી જવામાં આવ્યું હતું જેથી સગીરાની માતા દ્વારા તાલુકા પીઆઇ કે.એ. વાળા સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, તેની સગીરવયની દીકરીને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે ગત તા.૮ ના રાત્રિના દસેક વાગ્યાના આરસામાં પ્રતાપ લાલજીભાઈ શેખવા રહે. ભીમકટા તાલુકો જોડિયા વાળો અપહરણ કરી ગયેલ છે જેથી કરીને પોલીસે આ ગુનામાં આરોપી પ્રતાપ લાલજીભાઈ શેખવા (૨૩) રહે. ભીમકટા તાલુકો જોડિયા વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં રહેતા રમેશચંદ્ર હીરાલાલ ઝાલાવાડીયા (૬૫) રવાપર ગામ પાસે આવેલ સ્વાગત ચોકડી પાસેથી મંદિર તરફ જતાં હતા ત્યારે તળાવ પહેલા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં રમેશચંદ્ર ઝાલાવાડીયાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર આપવામાં આવ્યા બાદ આ અંગેની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ખાદી ભંડાર પાસે રહેતા મયુર મોતીભાઈ સુસરા (૨૩)  નામના યુવાનને મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે ત્યારે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં મયુર સુસરાને ઈજ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે








Latest News