મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
મોરબીમાં ત્રાજપર નજીક યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરીને છરીનો ઘા ઝીકયો
SHARE
મોરબીમાં ત્રાજપર નજીક યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરીને છરીનો ઘા ઝીકયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર નજીક યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો અને યુવાનને છરી મારી હતી જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર પાસે રહેતા સુનિલ અવચર બારૈયા (૨૫) નામના યુવાન સાથે સાગર ગોરધનભાઈ બારૈયા, રાહુલ ગોરધનભાઈ બારૈયા અને ગોરધનભાઈ બારૈયાએ કોઈ કારણોસર મારામારી કરી હતી અને તેને છરીનો ઘા મારી દીધો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે યુવાને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે
દવા પી ગયો
મોરબીના રોહીદાસપરામાં રહેતો ગીરીશભાઈ વીરજીભાઈ સાગઠીયા (૨૩) નામનો યુવાન મોરબીના નવા બસ સ્ટેશન સામેના ભાગમાં હતો ત્યારે ત્યાં જૈન ખમણ નજીક કોઈ દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવામાં યુવાનને સારવાર આપ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ કરતા વિપુલભાઈ ફૂલતરિયા કરી રહ્યા હોય તેની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે યુવાન ભૂલથી દવા પી ગયો હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા
માર મારતા સારવારમાં
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી આશિયાના સબીરભાઈ (૧૩) નામની સગીરાને તેના માતા-પિતાએ માર માર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી કરીને સગીરાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સગીરાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરિયા ચલાવી રહ્યા છે