મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં હિન્દુ મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સંપન્ન
SHARE
મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં હિન્દુ મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સંપન્ન
મોરબીમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા દર વર્ષે હિન્દુ મુસ્લિમ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રવિવારે મોરબીમાં હિન્દુ મુસ્લિમ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ૨૩ માં સમૂહ લગ્નના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો અને મોલવીઓ હાજર રહ્યા હતા આ સમૂહ લગ્નમાં સાત હિન્દુ તથા દસ મુસ્લિમ દીકરીઓના ધામધૂમથી હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા અને આ તકે કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અહેમદહુસેન બાપુ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી મોરબીમાં હિન્દુ મુસ્લિમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવે છે તે કામગીરીને બિરદાવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ આથી પણ વધુ સમાજ ઉપયોગી કામગીરી તેમના મારફતે થતી રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી ત્યારે રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજી, નકલંગ મંદિરના મહંત દામજી ભગત, ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા સહિતના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો અને સંતો મહંતો તથા મોલવીઓ હાજર રહ્યા હતા અને તેમણે નવયુગલને આશીર્વાદ આપ્યા હતા અને તેઓના આશીર્વાદ સાથે ૧૭ નવ દંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા અહેમદહુસેન બાપુના માર્ગદર્શન હેઠળ કામ કરવામાં આવ્યું હતું