વાંકાનેરના પંચાસિયા ગામે સાપ કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ બાઇક સાથે બે પકડાયા
SHARE
મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ બાઇક સાથે બે પકડાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમાં હતો તે દરમિયાનમાં સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે જુના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને તે દરમિયાન ત્યાંથી નંબર પ્લેટ વગરના બાઇક સાથે નીકળેલા બે શખ્સોને અટકાવીને તેની પૂછપરછ કરતા બંને ગેંગેંફેંફે કરવા લાગ્યા હતા જેથી તેઓ પાસે રહેલ રૂા.૨૦ હજારની કિંમતનું બાઇક જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ આર.પી.રાણા તથા સ્ટાફ જુના બસ સ્ટેશન નજીક વાહન ચેકિંગમાં હતો તે દરમ્યાનમાં સ્ટાફ સિદ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે બે શખ્સો નંબર વગરના બાઈક સાથે નીકળ્યા છે જેથી મહેન્દ્રપરા અને જૂના બસ સ્ટેશનની નજીક વોચ ગોઠવવામાં આવી હતી દરમ્યાનમાં નંબર પ્લેટ વગરનું બાઇક લઈને બે ઇસમો નીકળ્યા હોય બંનેને અટકાવીને તેના નામ પૂછવામાં આવતા તેઓએ પોતાના નામ ફારૂક અબ્દુલ ભટ્ટી મિંયાણા (૨૩) ધંધો ડ્રાઇવિંગ રહે.રણછોડનગર ગરબી ચોક પાસે પાણીના ટાંકા પાછળ સેન્ટ મેરી સ્કૂલ નજીક મોરબી મૂળ રહે.વવાણીયા માળીયા (મિં.) તેમજ પાછળ બેઠેલાનું નામ તાજમામદ હસન જામ જાતે મિંયાણા (૨૩) ધંધો મજૂરી રહે.૨-કુલીનગર વીસીપરા મોરબી મૂળ રહે જખરીયાપીર નજીક તા. માળીયા હોવાનું જણાવ્યું હતું અને તેઓ પાસે રહેલ નંબર પ્લેટ વગરના બાઈકના કાગળ માંગવામાં આવતા બંને ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા જેથી કરીને બાઈકના એન્જિન-ચેસીસ નંબરને પોકેટ કોપ એપ્લિકેશનમાં નાંખીને તપાસ કરવામાં આવતા તે બાઇક અન્યના નામે બોલતુ હોય હાલ રૂા.૨૦ હજારની કિંમતનું બાઇક જપ્ત કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે બંનેને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા અને ચોરી કે છળકપટથી વાહન મેળવેલ છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
મોરબીના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરા તથા સ્ટાફે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસેથી વાહન નંબર જીજે ૧૨ બીએકસ ૧૫૨૬ તેમજ જીજે ૩૬ ટી ૪૫૫૦ ને અટકાવ્યા હતા અને બંને વાહનોમાં ચાઇના કલે ભરેલ હોય તેના આધાર પુરાવા માંગવામાં આવતા વાહન ચાલકો પાસે વાહનમાં ભરેલ ખનીજના કોઈ આધાર પુરાવા ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે વાહનોને જપ્ત કરીને હાલ સીટી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.