મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીને મહાપાલિકાનો દરજ્જો અપાવવા કલેક્ટર-ધારાસભ્યની હાજરીમાં સરપંચો સાથે બેઠક યોજાઇ


SHARE









મોરબીને મહાપાલિકાનો દરજ્જો અપાવવા કલેક્ટર-ધારાસભ્યની હાજરીમાં સરપંચો સાથે બેઠક યોજાઇ

મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો અપાવવા બાબતે સરકાર વિચારણા કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને તથા ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જુદાજુદા ૧૦ ગામના સરપંચોની સાથે બેઠક યોજાઈ હતી જેમાં ખાસ કરીને મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો લોકોની સુખ સુવિધામાં શું વધારો થશે તેની માહિતી આપવામાં આવી હતી

આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કેમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જિલ્લાની તાજેતરની મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લાના પદાધિકારીઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા તથા મવુડા અમલી કરવા રજૂઆત કરી હતી. જે અન્વયે સરકાર સમક્ષ રજૂઆત કરવાની થાય છે. અને સરપંચઓને તેમણે જણાવ્યું હતું કેમોરબીના વિકાસ માટે મહાનગરપાલિકા બનાવવી અને મવુડાનો અમલ ખૂબ જરૂરી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારી શકાય અને આસપાસના વિસ્તારોને વિવિધ ગ્રાન્ટ મળવાપાત્ર બને તે માટે મોરબી મહાનગરપાલિકામાં તેમજ મવુડામાં કયા કયા ગામનો સમાવેશ કરવો તે અંગે સરપંચ સરપંચઓના અભિપ્રાય મેળવ્યા હતા.

ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ પણ મોરબીમાં સફાઈના પ્રશ્નોસ્ટાફના પ્રશ્નો તેમજ અનેક અદ્યતન સુવિધાઓ અને ભવિષ્યના લાંબા આયોજન માટે મહાનગરપાલિકા તેમજ મવુડાના અમલીકરણ માટે હકારાત્મક વલણ અપનાવવા જણાવ્યું હતું આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરપંચઓને સંબોધીને જણાવ્યું હતું કેભવિષ્યની પેઢીની સુખ સગવડ માટે તેમજ મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઓથોરિટી ખૂબ જરૂરી છે. મોરબીમાં રીંગરોડ બને તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય. પ્રજાના હિત માટે આ પ્રયાસને પ્રોત્સાહન આપવા અને સૌને સહારા પ્રયાસો કરવા તેમણે સૌને અપીલ કરી હતી.

આસપાસના ગામમાંથી આવેલા સરપંચઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તથા મવુડાના અમલીકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કેઆગામી ગ્રામસભામાં મહાનગરપાલિકા તેમજ મવુડાથી ગ્રામીણ વિસ્તારોને થનાર લાભો વિશે ગ્રામજનોને વાકેફ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ તકે પ્રેસેન્ટેશન દ્વારા સમગ્ર આયોજન અંગે સરપંચઓને માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાજિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયામોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાડેપ્યુટી કલેક્ટર ડી.સી.પરમાર તથા વિવિધ ગામના સરપંચઓ અને તલાટી-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News