મોરબીમાં બહેનને હેરાન કરતાં બનેવીને સાળાએ આપી મારી નાખવાની ધમકી
મોરબીના કાયાજી પ્લોટમાં ઘર પાસેથી બાઈકની ચોરી
SHARE
મોરબીના કાયાજી પ્લોટમાં ઘર પાસેથી બાઈકની ચોરી
મોરબી શહેરના સનાળા રોડ ઉપર મહેશ હોટલની સામે કાયાજી પ્લોટ શેરી નં-૪ માં રહેતા યુવાને પોતાના ઘર પાસે બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ સામે કાયાજી પ્લોટ શેરી નં-૪ માં રહેતા મલઈભાઈ સુધીરભાઈ ભગલાણી જાતે બ્રાહ્મણ (૩૮)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કાયાજી પ્લોટ શેરી નં-૪ માં તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ બીઆર ૬૧૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની મલઈભાઈની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે