મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનને હેરાન કરતાં બનેવીને સાળાએ આપી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં બહેનને હેરાન કરતાં બનેવીને સાળાએ આપી મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બનેવીને સાળાએ મારી બહેનને કેમ હેરાન કરો છો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથે રહેલા બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને આધેડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સાળા સહિતના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ માળિયા તાલુકાના ભાવપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે રોબર્ટ કન્ટ્રકશન પાસે રહેતા અલ્લારખાભાઈ હુસેનભાઇ રાઉમા જાતે સંધિ (૫૦)એ તેના સાળા અજીત હમીરભાઈ રાઉમા રહે. પંચાસર રોડ મોરબી, બહાદુરભાઇ લાખાભાઈ રહે. લાતી પ્લોટ શેરી નં-૪ મોરબી અને હાસમભાઇ લાખાભાઇ રાઉમા રહે. સનાળા બાયપાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના પત્ની જેતુલબેન છેલ્લા એકાદ વર્ષથી અલગ રૂમ રાખીને રહેતા હોય તેના સાળા અલ્લારખાભાઈ હુસેનભાઇ રાઉમાએ ફરિયાદી યુવાનને મારી બહેનને કેમ હેરાન કરો છો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથે રહેલા બે શખ્સો દ્વારા તેને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News