હળવદના શક્તિનગરથી સુખપર વચ્ચે ટ્રક ચાલકે બોલેરોને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
હળવદના શક્તિનગરથી સુખપર વચ્ચે ટ્રક ચાલકે બોલેરોને હડફેટે લેતા યુવાનનું મોત
હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ શક્તિનગરથી સુખપર ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થતી બોલેરો ગાડીને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બોલેરો ગાડીના ચાલકને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક કન્ટેનરના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા ભીખાભાઈ કાલુભાઈ પાટડીયા જાતે કોળી (૫૦) એ ટ્રક કન્ટેનર નં જીજે ૩ એઝેડ ૯૯૯૨ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર શક્તિનગરથી સુખપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તેનો નાનો ભાઈ આનંદભાઈ કાલુભાઈ પાટડીયા બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૧૩ એડબલ્યુ ૨૯૪૫ લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી ટ્રક કન્ટેનરના ચાલકે તેનું વાહન બોલેરો ગાડીમાં અથડાવ્યું હતું જેથી કરીને ગાડી પલટી મારી ગઈ હતી અને ત્યારે ગાડી ચલાવી રહેલ ફરિયાદીના ભાઈ આનંદભાઈ પાટડીયાને માથા, પડખા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધ હતી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે