મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર ટંકારાના છતર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને મોઢામાં સાત ટાંકા આવ્યા: હાથમાં ફેકચર મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: ૬૦ બોટલ દારૂ-૧૫૦૦ લિટર આથો કબ્જે, બે પકડાયા; બેની શોધખોળ


SHARE













મોરબી, માળીયા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: ૬૦ બોટલ દારૂ-૧૫૦૦ લિટર આથો કબ્જે, બે પકડાયા; બેની શોધખોળ

માળીયા કચ્છ નેશનલ હાઈવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થતી અલ્ટો કારને રોકીને પોલીસે તલાશી લેતા કારમાંથી દારૂની કુલ મળીને ૩૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળી ૮૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં મોરબીના બે શખ્સોની ધરપકડ કરીને તેઓની સામે ગુનો નોંધી આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા કચ્છ હાઈવે ઉપર આવેલી ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થતી અલ્ટો કાર નંબર જીજે ૩ સીએ ૭૮૮૯ ને રોકીને પોલીસે તલાશી લેતા કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને કાર એમ કુલ મળીને ૮૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે મહેશભાઈ રમેશભાઇ પરમાર (૨૮) રહે સનાળા મુરલીધર હોટલ પાછળ મૂળ ગામ કુંભારીયા અને સંજય મનસુખભાઇ વાઘેલા (૨૧) રહેસનાળા મુરલીધર હોટલની પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની ગાડીમાં આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવા આવ્યો હતો અને આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરવી છે

૨૪ બોટલ દારૂ

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા યુવાન જીગ્નેશભાઈ પ્રાણજીવનભાઈ વિરપરીયાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તેને ઘરમાં દારૂની રેડ કરવામાં આવતા ૨૪ બોટલ દારૂ ઘરમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે નવ હજાર રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને હાલમાં જીગ્નેશભાઈ પ્રાણજીવનભાઈ વિરપરીયા પટેલ (૩૦) ને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બાવળ પાસે ડેમના કાંઠે દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો ૧૫૦૦ લીટર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેસી દારૂ બનાવવા માટેનો આથો કરસનભાઈ ભુદરભાઈ કોળી રહે ગોલાસણ વાળાનો હોવાનું સામે હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News