વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત
મોરબીના જેતપર ગામે માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીના જેતપર ગામે માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા યુવાનને તેની માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો માટે યુવાને લાગી આવ્યું હતું અને તેને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું છે.જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા હિતેશભાઈ ધરમશીભાઈ દેત્રોજા જાતે કોળી (ઉંમર વર્ષ ૨૨) ને તેની માતાએ ગત ૧૫/૯ ના રોજ સાંજના સમયે બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવ્યું હતું અને તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી હિતેશભાઈને સારવાર માટે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તા ૧૭/૯ ના રોજ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
