મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં કાળા કાગળ, કેમિકલ અને પાવડર આપીને એકના ડબલ કરવાની લાલચ આપનારી ગેંગને દબોચી


SHARE





























માળીયા (મી)માં કાળા કાગળ, કેમિકલ અને પાવડર આપીને એકના ડબલ કરવાની લાલચ આપનારી ગેંગને દબોચી

મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકાના ચાચાવદર ગામના પાટિયા પાસે કચ્છના નાની ચીરઇ ગામના યુવાનને બોલાવીને એકના ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી રોકડા એક લાખ લઈને તેની સામે કેમિકલ, કાગળ સહિતનું મટિરિયલ્સ આપવામાં આવ્યું હતું જો કે, આરોપીઓએ જે રીતે પાણીમાં ધોઈને કાગળમાથી ચલણી નોટ બનાવીને બતાવી હતી તે રીતે ભોગ બેનલા યુવાને ઘરે કરતાં કાગળમાથી ચલણી નોટ બની ન હતી જેથી કરીને તેની સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની તેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં કચ્છના ત્રણ ભેજાબાજ શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

વર્તમાન સમયમાં છેતરપીંડીના ઘણા કિસ્સા સામે આવતા હોય છે અને યેનકેન પ્રકારે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે મૂળ કચ્છ જિલ્લાના નાની ચિરઇ ગામના રહેવાસી અને ખેત મજૂરી કરતા હરેશભાઈ સવાભાઈ બઢિયા (૪૦) ને આરોપી જુમાભાઈ અયુબભાઈ મુસ્લિમ રહે નાની ચીરઇ, ગુલાનભાઈ ઉમરભાઈ તેમજ વિરલભાઇએ રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપીને માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસે બોલવ્યા હતા અને તેની નજરની સામે કાળા કલરનો કાગળ બતાવીને તેની પાણીમાં સાફ કરીને ચલણી નોંત બનાવીને બતાવી હતી જેથી કરીને ફરિયાદી યુવાન પાસેથી રૂપિયા એક લાખ રૂપિયા મેળવ્યા હતા અને તેને કાળા કાગળ અને કેમિકલ તેમજ પાવડર આપવામાં આવ્યો હતો જો કે તેમાથી ચલણી નોટ નહીં બનતા યુવાને એકના ડબલ રૂપિયા આપવાનું કહીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાથી તેને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળીયા પોલીસે હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરલે છે

મોરબીના ડીવાયએસપી રાધિકા ભારાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, માળીયા વિસ્તારમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ટોળકી સક્રિય થયેલ હોવાની માહિતી ધ્યાને આવી હતી જેથી માળીયા પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા તેની ટિમ વોચમાં હતી ત્યારે સામખીયાળી તરફથી મોરબી તરફ આવતી મારુતી સુઝુકીની SX4 કાર નં. જીજે ૧૨ બીએફ ૫૭૫૨ ને રોકીને ચેક કરતાં તેમાથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી જેથી પોલીસે સફેદ કલરના પાઉડરનું એક પેકટ, સફેદ કલરની કટકીનુ એક પેકટ, એક લાખ રૂપિયા, છ મોબાઇલ, બે કાચની ખાલી બરણી, બે પ્રવાહી ભરેલ કાચની બરણી, બે પેકેટ કાળા કલરના પેપર, ત્રણ સફેદ કલરની સેલોટેપ, કાળા કલરની એશીયન પેઇન્ટની એક ડબી, કલીનીક પ્લસ સેમ્પના નાના ૧૦ પાઉચ, પાવડરના સેમ્પલ રાખેલ બે ડબી અને સેલોટેપ વીટાળેલ નાની ડબી જેમા સફેદ કટકીઓ ભરેલ હતી તેવી બે મળી આવી હતી જેથી પોલીસે કારમાં બેઠેલા ગુલામભાઇ ઉમરભાઇ બુચડ જાતે મિયાણા (ઉ.વ ૩૭) ધંધો લાઈટ ફીટીંગ રહે. હેમલાઇ વિસ્તાર ઇમામના ડેલા પાછળ અંજાર જિલ્લો કચ્છ, જુમાભાઇ અયુબભાઇ કોરેજા જાતે મુસલમાન (ઉ.વ ૨૦) રહે. હાલ નાની ચીરઇ જિલ્લો કચ્છ અને વિરલભાઇ મદનલાલ શર્મા જાત મહારાજ (ઉ.વ ૩૩) રહે. હાલ હિમતપુરા મગલેશ્વર મંદિર પાછળ ભચાઉ જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરવામાં આવી છે

વધુમાં માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલા આરોપીઓએ પૈસા ડબલ કરી આપવાનું કહીને ફરિયાદી યુવાનની નજરની સામે તેની પાસે સાચી ચલણી નોટ જેને કાળો કલર કરેલી હતી તેને કેમિકલ અને સેમ્પુ વાળા પાણીમાં ધોઈને બહાર કાઢી હતી અને આવી રીતે કાળા કાગળમાથી ચલણી નોટ બનશે તેવું કહીને તેની પાસેથી એક લાખની સાચી ચલણી નોટ લીધી હતી અને તેની સામે કેમિકલ, પાવડર અને કાળા કલરના ચલણી નોટની સાઈઝના ટુકડા તેને આપવામાં આવ્યા હતા અને આમ કરીને યુવાનની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી હાલમાં કાળા કલરના કાગળ અને કેમિકલ આપીને ડબલ પૈસા કરવાની લાલચ આપનારી ગેંગને માળીયા પોલીસે ઝડપી લીધેલ છે જો કે, આ શખ્સોનો બીજા કોઈપણ વ્યક્તિ ભોગ બનેલા હોય તો તેઓ માળીયા પોલીસ કે જિલ્લા પોલીસનો સંપર્ક કરે તેના માટે ડીવાયએસપી દ્વારા અપીલ કરવામાં આવી છે સાથો સાથ જુદીજુદી રીતે લોકોની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરવામાં આવતો હોય છે ત્યારે લોકોને પણ સાવધાન રહેવા માટે અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી
















Latest News