હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે બે ટ્રક સામસામે અથડાતાં બે ના મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE

















મોરબીના સોખડા ગામ પાસે બે ટ્રક સામસામે અથડાતાં બે ના મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામ પાસે ગઇકાલે વહેલી સવારે બે ટ્રક સામસામે અથડાયા હતા જે બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા જે પૈકી એકને વધુ ગંભીર ઇજાઓ હોવાના કારણે તેને રાજકોટ ખસેડાયો હતો અને તેને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જતા સમયે રસ્તામાં તેનું પણ મોત નિપજયુ હતુ.બનાવ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના માળીયા-હળવદ રોડ ઉપર અણીયારી ચોકડી પાસેના સોખડા ગામે નજીક સિલ્વર હોટલના પાસે ગઇકાલે વહેલી સવારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં સિલ્વર હોટલ પાસે ગઈકાલ તા.૧૭-૯ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં બે ટ્રકો સામસામે અથડાયા હતા જે બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા જેમાં સારવાર દરમ્યાન વધુ એકનું મોત નિપજેલ છે.મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ એક ટ્રકના કલીનર સોહનસીંગ કિશોરસિંગ શેખાવત રાજપુત (ઉમર ૨૧) રહે.કાવની બ્રાહ્મણ મહોલ્લો બીકાનેર રાજસ્થાન તેમજ ડ્રાઇવર  ઉમેદસિંગ સિમરથસિંગ નાથૌત રાજપૂત (ઉમર ૪૪) રહે.કાવની નાથવ મહોલ્લા બીકાનેર રાજસ્થાન તેમજ સામેના ટ્રકના ચાલક સુનીલરાય જનકરાય યાદવ (ઉમર ૨૫) મૂળ રહે.બિહાર હાલ રહે.ગાંધીધામ(કચ્છ) એમ ત્રણ લોકોને ઇજાઓ થઇ હતી જે પૈકીના ઉમેદસિંગ સિમરથસિંગ નાથૌત રાજપૂત (ઉમર ૪૪) રહે.કાવની નાથવ મહોલ્લા બીકાનેર રાજસ્થાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેના ટ્રકની અંદર રહેલ કલીનર સોહનસિંગ કિશોરસિંહ શેખાવત રાજપુતને તથા સામેના ટ્રકના ચાલક સુનિસરાય જનકરાય યાદવ (ઉમર ૨૫) ને મોરબીની સિવિલે લવાયા હતા.સામેના ટ્રકના ચાલક સુનિલરાય જનકરાય યાદવ (૨૫) ને વધુ ગંભીર ઇજાઓ થતાં તેને રાજકોટ લઇ જવાયો હતો અને રાજકોટથી તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં જ સુનિલરાય જનકરાય યાદવનું પણ મોત નીપજ્યું હોવાનું રાજકોટ સિવિલેથી જાણવા મળેલ છે.

હાલમાં ઉપરોકત બનાવ સંદર્ભે કલીનર સોહનસિંગ કિશોરસિંગ શેખાવત જાતે રાજપૂત (૨૧) રહે.કવની બ્રાહ્મણ મહોલ્સો બિકાનેર રાજસ્થાન વાળાએ ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૬૧૯૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતે તથા પોતાના ટ્રક નંબર આરજે ૭ જીડી ૨૩૧૫ ના ડ્રાઇવર મૃતક ઉમેદસિંગ સિમરથસિંગ નાથૌત રાજપુત (૪૪) રહે.કાવની નાથૌત મહોલ્લા બિકાનેર રાજસ્થાન વાળાઓ મોરબીથી ટાઇલ્સ ભરીને જમ્મુના રામનગર જતા હતા ત્યારે મોરબીના સોખડા ગામ પાસે તા.૧૭ ના વહેલી સવારે  તેમના ટ્રક નંબર આરજે ૭ જીડી ૨૩૧૫ સાથે સામેથી ઉપરોક્ત ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૬૧૯૫ ના ચાલકે તેનો ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૬૧૯૫ અથડાવ્યો હતો જે બનાવમાં એક ટ્રકના ચાલક ઉમેદસિંગ સિમરથસિંગ નાથૌત જાતે રાજપૂત (૪૪) રહે.બિકાનેર રાજસ્થાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે કલીનર (ફરિયાદી) સોહનસિંગ શેખાવતને અને સામેના ટ્રકવાળા સુનિલરાય જનકરાય યાદવ (૨૫) ને ઇજાઓ થતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જેમાં સુનિલરાયને વધુ ગંભીર ઈજાઓના કારણે રાજકોટ ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જતા સમયે તેનું રસ્તામાં મોત નિપજતા અકસ્માતના આ બનાવમાં બે ના મોત નિપજયા હતા.બનાવને પગલે ટ્રાફીકદામ થતા મોરબી તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસ તથા એ.એલ.ઝાપડીયાએ જઈને ટ્રાફિક કીલીયર કરાવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.હાલમાં એક ટ્રકના કલીનર સોહનસિંગએ સામેના ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ મથકના મહીલા પીએસઆઇ ડી.વી.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે. જોકે જેની સામે ફરીયાદ નોંધાઇ છે તે ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૬૧૯૫ ના ચાલક સુનિલરાય જનકરાય યાદવ (૨૫) હાલ રહે.ગાંધીધામ (કચ્છ) મુળ રહે.બીહારનું પણ રાજકોટ ખાતે મોત નિપજયુ હોવાનું રાજકોટ ખાતેથી સુત્રો દ્રારા જાણવા મળેલ છે.




Latest News