મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના સખપર ગામે આકાશી વીજળી પડતાં મજૂર યુવાનનું મોત


SHARE







ટંકારાના સખપર ગામે આકાશી વીજળી પડતાં મજૂર યુવાનનું મોત

ટંકારા તાલુકાના સખપર ગામે ગઇકાલે સવારે ખેતરમાં મજૂર યુવાન ઉપર વિજળી પડી હતી જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડવામાં આવ્યો હતો ત્યાં મજુર યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી

ગઇકાલે સવારે મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં છાંટા પણ પડ્યા હતા જો કેટંકારા તાલુકાનાં જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો અને ત્યારે વરસાદી ઝાપટામાં ભિજાવાથી બચવા માટે ટંકારા તાલુકાના સખપર ગામે હસમુખભાઇ રણછોડભાઇ કોરીંગાની વાડીએ ખેતરમાં મજૂરી કામ કરતો મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી બિપુલભાઇ સબિયાભાઇ હઠિલા જાતે અનુજનજાતિ (૨૦) પિપળના ઝાડ નીચે ઊભો હતો ત્યારે તેની ઉપર વિજળી પડી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડવામાં આવ્યો હતો ત્યારે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હટયો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News