મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓની સામે ધારાસભ્ય પગલા ક્યારે લેશે ?: કોગ્રેસ


SHARE









મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓની સામે ધારાસભ્ય પગલા ક્યારે લેશે ?: કોગ્રેસ

મોરબી નગરપાલિકામાં ભાજપના સદસ્યઓએ પાલિકામાં સત્તા હતી ત્યારે આડેધડ રૂપિયા વાપરીને પ્રજાએ ભરેલા ટેક્ષના પેસા વાપરીને પોત પોતાના ખીસા ભરેલ છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે અને તેના  કારણે નગરપાલિકાની પેસાથી ભરેલી તેજોરી હાલમાં ખાલી થઈ ગયેલ છે ત્યારે મોરબી નગરપાલિકા પોતાની તેજોરી ભરવા માટે થઈને હવે પ્રજા ઉપર ૩૦૦ ટકા જેવો  વેરો વઘારો કરવા જઇ રહી છે

હાલના સમયે મોઘવારીએ માઝા મૂકી છે અને લોકો પાસે રોજગાર નથી અને પ્રજા  પોતાનુ ગુજરાન માંડ માંડ  ચલાવી રહેલ છે ત્યારે પ્રજા આર્થિક રીતે  પરેશાન છે અને મોરબી પાલિકા પ્રજાને સુવિધાઓ આપવાના બદલે વિકાસના નામે વેરામાં વઘારો કરવા જઇ રહેલ છે તે કેટલું વ્યાજબી છે ? પહેલા તો પ્રજાના ટેક્સના પેસાનો છેલ્લા બે વર્ષ દરમ્યાન પાલિકાના  ભાજપના શાસકો અને સદસ્યઓએ કરેલ બેફામ ભ્રષ્ટાચાર  અને ગેર ઉપયોગ જેના કારણે નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખરાબ થયેલ છે ત્યારે મોરબીના ધારાસભ્ય આ ભ્રષ્ટાચાર કરનારાઓની સામે પગલા ક્યારે લેશે ? એ પ્રજા જણાવવા માંગે છે

મોરબીના વિકાસના નામે પાલિકા વેરો વઘારતી હોય તો પહેલાંએ જાહેર કરે કે છેલ્લા બે વર્ષમાં ભાજપ શાસિત પાલિકાએ સુ વિકાસ કરેલ છે ? અને  હવે પાલિકાના  વહીવટદાર ક્યો વિકાસ કરવાના છે ? નહીં તો વિકાસના નામે  ભ્રષ્ટાચારથી ખાલી થયેલી તેજોરી ભરતા હોય તો અમે વિરોધ નોંધાવીએ છીએ અને પ્રજાને જરૂરી પ્રાથમિક સુવિધા મળે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, પૂર્વ પ્રમુખ એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા તેમજ મોરબી શહેર કોગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ માંગણી કરેલ છે




Latest News