મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સદભાવના બળદ આશ્રમમાં 700 થી વધુ બળદોને આશ્રય, નિરાધાર બળદ દેખાય તો સંસ્થાને જાણ કરવા વિનંતી


SHARE













સદભાવના બળદ આશ્રમમાં 700 થી વધુ બળદોને આશ્રય, નિરાધાર બળદ દેખાય તો સંસ્થાને જાણ કરવા વિનંતી

Ø સંસ્થાનાં વિશાળ પરીસરમાં ભવિષ્યમાં 10,000 બળદોને પ્રવેશ અપાશે

Ø કોઈ ને બીમાર, નિરાધાર બળદ મળે તો સદભાવના બળદ આશ્રમનો સંપર્ક કરવા વિનંતી 

સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો બળદ આપણી સંસ્કૃતિનો વારસો કહેવાય. ઈશ્વરની આવી દુલર્ભ દેન ગૌ વંશ બળદને સદભાવના વૃધ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર,  હાઈવે પર  બળદ  છુટા,  રખડતા,  લાચાર–બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ, નિરાધાર જોવા મળે તો તરત જ સદભાવના વૃધ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ–બિમારીથી કમોતે મરતા ભવિષ્યમાં 10,000 જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ 700 જેટલા બળદોને સદભાવના બળદ આશ્રમ ખાતે આશરો અપાયો છે. જો કોઈ વ્યકિતને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. સદભાવના બળદ આશ્રમ, છતર ગામ, મોરબી હાઈવે, રાજકોટ ખાતે કાર્યરત છે. આપને જો કોઈ નિરાધાર, રસ્તે રઝડતા, બળદો મળે તો સદભાવના બળદ આશ્રમ ટ્રસ્ટ મો. 76210 58948 ઉપર ફોન કરીને જાણ કરવા યાદીમાં જણાવાયુ છે.






Latest News