મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી નજીક પાવડીયારી કેનાલ પાસેથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી


SHARE









મોરબી નજીક પાવડીયારી કેનાલ પાસેથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે આઈકોલેસ સિરામિક કારખાના સામે હરીપર કેરાળા ગામ તરફ જવાના રસ્તા પાસે યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં ડેડબોડી મળી આવી હતી જેથી આ અંગેની મોરબી તાલુકા પોલીસને મૃતકના પરિવારજન દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે. 

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ઇસરોના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા કુલદીપભાઈ નંદકિશોરભાઈ પ્રસાદ (૪૨)ની કોહવાઈ ગયેલ હાલતમાં ડેડબોડી મળી આવી હતી જેથી કરીને આ બનાવ અંગેની મુકેશભાઈ વિશ્વદેવ પ્રસાદ (૩૨) રહે. નવા ઢુવા ગામ ગ્રાફિક સિરામિક તાલુકો વાંકાનેર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એફ.આઇ. સુમરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આઇકોલેસ સિરામિક પાસે ઝાડ નીચેથી યુવાનની કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે જોકે, શરીર ઉપર કોઈ ઇજાના નિશાન જોવા મળતા નથી તેમ છતાં પણ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી ચાલુ છે.




Latest News