મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડીએ બાંધકામના રૂપિયા આપવા માટે બોલાવીને યુવાને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE









ટંકારાની લજાઈ ચોકડીએ બાંધકામના રૂપિયા આપવા માટે બોલાવીને યુવાને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારાના યુવાનને બાંધકામના રૂપિયા લેવા માટે લજાઈ ચોકડી પાસે આવેલ બજરંગ હાર્ડવેર નામની દુકાનની સામે બોલાવ્યો હતો અને ત્યાં ત્રણ શખ્સો દ્વારા તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને તેને ગાળો આપીને જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલો યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા પંચાયતની સામેના ભાગમાં હાલમાં રહેતા અને મૂળ બંગાવડી ગામના રહેવાસી જીતેન્દ્રભાઈ કરસનભાઈ પડાયા (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કૌશિકભાઇ રમણીકભાઈ જયસ્વાલ, વિશાલભાઈ જયસ્વાલ અને દિવ્યરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી વિશાલ જયસ્વાલ પાસેથી તેને બાંધકામના રૂપિયા લેવાના હતા જેથી કરીને આરોપી કૌશિકભાઈ રમણીકભાઈએ તેને લજાઈ ચોકડીએ બજરંગ હાર્ડવેર પાસે બોલાવ્યો હતો અને ત્યાં કૌશિકભાઈએ તેને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેવી જ રીતે વિશાલ જયસ્વાલ અને દિવ્યરાજસિંહ ઝાલાએ પણ તેને ધોકા વડે માર મારીને શરીરને ઇજા કરી હતી અને વિશાલ જયસ્વાલએ તેને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News