મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, ખભા, પાંસળી, પગમાં ફેક્ચર


SHARE







મોરબીના અણિયારી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, ખભા, પાંસળી, પગમાં ફેક્ચર

મોરબી તાલુકાના અણીયારી ગામની સીમથી ખાખરેચી ગામના પાટીયા તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન પોતાનું બાઈક લઈને જઇ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથા, ખભા, પાંસળી અને ડાબા પગે ફેક્ચર જેવી ઇજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાર બાદ તે યુવાને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના તાલુકામાં આવતા ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પાલજીભાઈ દેગામા જાતે કોળી (૩૧)એ હાલમાં કાર નંબર જીજે ૩૮ બીઇ ૭૫૭૬ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અણીયારી ગામથી ખાખરેચીના પાટીયા તરફ જતા રસ્તા ઉપર તેઓ પોતાનો બાઈક નંબર જીજે ૩ એફએસ ૯૫૨૩ લઈને જતા હતા ત્યારે કાર ચાલકે બેફિકરાયથી તેની કાર ચલાવીને હળવદથી માળીયા બાજુ જતા રસ્તા ઉપર ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતુ જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી યુવાનને માથા, ખભા, પાંસળી અને ડાબા પગે ફેક્ચર જેવી ઇજા થઈ છે જેથી તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત યુવાને કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News