મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી ટુડેની અસર: નવી બનનારી શાળાનો તાબડતોબ ગાંધીનગરથી નકશો આવ્યો, કામ ચાલુ


SHARE













મોરબી ટુડેની અસર: નવી બનનારી શાળાનો તાબડતોબ ગાંધીનગરથી નકશો આવ્યો, કામ ચાલુ

મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં સરકારી શાળા તોડી પાડ્યા બાદ તેના પ્લાન નકશા મંજૂર થઈને આવ્યા ન હતા જે અંગેના મોરબી ટુડેમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તાત્કાલિક ગણતરીની કલાકોમાં ગાંધીનગરથી ઈમેલ મારફતે આ સરકારી શાળા બનાવવા માટેના પ્લાન નકશા મંજૂર થઈને આવી ગયા છે અને હાલમાં સ્થળ ઉપર માર્કિંગ કરીને નવી નિશાળ બનાવવા માટેનું કામ શરૂ થઈ ગયું છે 

મોરબી શહેરના વોર્ડ નંબર ૧૨ માં આવતા બોરીયા પાટી વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નું જૂનું બિલ્ડીંગ જર્જરિત હોવાથી તેને તોડી પાડવા માટે થઈને વર્ષ ૨૦૨૨ માં ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવું બિલ્ડીંગ બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો. જોકે સ્થળ ઉપર કઈ પ્રકારની નિશાળ બનશે ?, કેવી સુવિધા હશે ?, કેટલા ના ખર્ચે નિશાળ બનશે ? આવી કોઈ માહિતી બોરીયા પાટી શાળાના આચાર્ય કે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે હતી નહીં કારણ કે ગાંધીનગરથી સમગ્ર શિક્ષા અભિયાન મારફતે નવી નિશાળ માટેના પ્લાન નકશા મંજૂર કરીને મોકલવાના હોય તે મોકલવામાં આવ્યા ન હતા

અત્રે ઉલેખનીય છે કે, આ શાળાનું બિલ્ડીંગ ગત એપ્રિલ માસમાં તોડી નાખવામાં આવ્યું હતું અને હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી જોકે, મોરબી ટુડે દ્વારા ગત તા. ૮ ને ગુરુવારે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા અને ત્યાર બાદ બોરીયા પાટી શાળાના વિદ્યાર્થીઓ નવા સત્રમાં તડકામાં પતરાના સેડની નીચે બેસીને શિક્ષણ મેળવી રહ્યા હતા તેને નવી શાળા કયારે મળશે તેના કોઈ ઠેકાણા હતા નહીં જેથી તેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને ત્યાર બાદ ગાંધીનગરના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાંથી તાત્કાલિક ઇ-મેલ મારફતે મોરબીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બાંધકામ વિભાગને બોરીયા પાટી પ્રાથમિક શાળાના પ્લાન નકશા મોકલી આપવામાં આવ્યા હતા

આટલું જ નહીં શુક્રવારે સ્થળ ઉપર આવીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા નવી બનનાર નિશાળ માટેનું નકશા મુજબનું માર્કિંગ સ્થળ ઉપર કરવામાં આવ્યું છે અને હાલમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાના ખર્ચે ત્રણ માળની બોરીયા પાટી શાળા બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ૧૧ મહિનાની અંદર ટોયલેટ બ્લોક દરેક માળ ઉપર તે સહિતની સુવિધા સાથેનું અધ્યતન બિલ્ડીંગ બનશે તેવું હાલમાં અધિકારીઓ જણાવી રહ્યા છે અને મોરબી ટુડે દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક અસરથી આ શાળા બનાવવા માટેનું કામ જે શરૂ કરવામાં આવ્યું છે તેને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ મોરબી ટુડેનો આભાર વ્યક્ત કરી રહ્યા છે






Latest News